જૂનાગઢમાં કોરોનાનાં કહેરનો અજ્ઞાત ‘ડર’, મોંઘવારીનો માર, ચોમાસુ અને રસ્તાઓની રામાયણ વચ્ચે સાતમ-આઠમનાં તહેવારોની ઉજવણી કંગાળ બની

0

તહેવારોની ઉજવણીનો એક અનેરો ઉત્સાહ હોય છે પરંતુ ર૦ર૦ના વર્ષમાં તહેવારોને ઉજવવાનું ભુલી જવું પડે તેવું વાતાવરણ ચાલી રહયું છે. કોરોનાના કહેરનો અજ્ઞાત ડર, મોંઘવારી, ચોમાસું, રસ્તાઓની રામાયણ વચ્ચે ફસાયેલા જનસમાજે કહેવા પુરતી ઉજવણી કરી છે અને તહેવારોની ઉજવણી આ વર્ષે કંગાળ બની ગઈ હતી. વર્ષો પહેલાં સન્ની દેઓલ અને શાહરૂખ ખાન તેમજ જુહી ચાવલાને લઈને આવેલી ડર ફિલ્મમાં જેમ ખોફનાક વાતાવરણ ઉભું થાય છે. શાહરૂખ ખાન વારંવાર ટેલિફોન દ્વારા જુહી ચાવલાનું ડરનું વાતાવરણ ઉભું કરી અને માનસિક સંતુલન ખોઈ બેસે છે તેવી હાલત આજે જનજીવનની થઈ છે. એક તરફ કોરોનાનો અજ્ઞાત ભય, ડર જેવા વાતાવરણ વચ્ચે લોકો સતત અસાલમતીની લાગણી અનુભવી રહ્યા છે. ઘરમાંથી બહાર નિકળવું, બજારમાં ઘુમવું, સામાજીક પ્રસંગે જવું કે ધંધા રોજગારમાં જવું દરેક કાર્યો કરતી વખતે સાવચેતી પાળવી પડે છે જયારે બીજી તરફ એવો પણ વર્ગ છે કે, જેઓને સાવચેતી એટલે શું તેની કાંઈ ખબર જ નથી અને આડેધડ રખડવું, ફરવું, ખાવું-પીવું વગેરે નિષ્ફીકર અમુક વર્ગ રહેલો છે. શાળાઓથી લઈ ધાર્મિક સ્થાનો, જાહેર સ્થળો અને મનોરંજનના સાધનો ઉપર પણ સાવચેતીને અનુલક્ષીને પ્રતિબંધ લાદી દેવામાં આવેલ છે અને હજુ પણ આ પ્રતિબંધ કયારે હટાવાશે તે કાંઈ નક્કી નથી તેવા સંજાેગોમાં સાતમ-આઠમના તહેવારની ઉજવણી કંગાળ બની છે. રાંધણ છઠ્ઠ, શિતળા સાતમ અને આઠમ એટલે કે જન્માષ્ટમીનું પર્વ ગઈકાલે ઉજવાયું તે પણ લોકોએ ઘરે-ઘરે ઉજવ્યું. જૂનાગઢ શહેરનાં તમામ ધાર્મિક સ્થાનો સુમસામ ભાસતા હતા. દામોદર કુંડ, ભવનાથ વિસ્તાર સહિતના સ્થળો ઉપર પાંખી માનવ હાજરી જાેવા મળતી હતી અને લોકો ખાસ કરીને ઘરની બહાર નિકળવાનું નામ લેતા નહોતા. ચોમાસાની સિઝનમાં વરસાદનો સતત દૌર ચાલુ રહયો હતો. આ ઉપરાંત જૂનાગઢ શહેરના તમામ જાહેર માર્ગોની હાલત બિસ્માર અને અત્યંત ખરાબ હોય તેવા સમયમાં લોકો બહાર નિકળવાનું પણ પસંદ કરતા નહોતા. ફરવા લાયક તમામ સ્થળો જયારે બંધ હોય તેવા સંજાેગોમાં જાવું તો કયાં જાવું તે પણ પ્રશ્ન હતો. સગા, સંબંધી કે અન્ય લોકોને ત્યાં જઈએ તો પરસ્પર કોરોનાના ભયની લાગણી છવાયેલી હતી. આવા સંજાેગોમાં તહેવારોની ઉજવણી કંગાળ બની હતી. રાત્રીના ધાર્મિક સ્થળોમાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી થઈ હતી તે પણ લીમીટેડ થઈ હતી. આ વર્ષે અન્ય તહેવારોની માફક જન્માષ્ટમીના તહેવારો પણ સાદાઈથી ઉજવાયા હતા. લોકોમાં નિરૂત્તસવાહનું વાતાવરણ છવાયેલું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!