જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં મેઘાવી માહોલ વચ્ચે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાવી માહોલ સાથે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. સૌરાષ્ટ્ર-કચ્છના ભાવનગર જિલ્લો, અમરેલી, જિલ્લો, બોટાદ જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો, પોરબંદર જિલ્લો, જામનગર જિલ્લો, રાજકોટ જિલ્લો, કચ્છ-ભુજ જીલ્લો, દેવભૂમિ દ્વારકા જિલ્લો, મોરબી જીલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો અને જૂનાગઢ જિલ્લામાં સવારી આવી પહોંચી હતી અને વરસાદ વરસ્યો હતો અને હજુ પણ મેઘાવી માહોલ છવાયેલો છે. સૌરાષ્ટ્ર, કચ્છ તથા દક્ષિણ ગુજરાત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં આવેલા વિવિધ ડેમો પણ ભરાઈ ગયા છે. જૂનાગઢ શહેરનું નરસિંહ મહેતા સરોવર, વિલીંગ્ડન ડેમ, હસ્નાપુર ડેમ પણ છલકાઈ ગયા છે. જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ જિલ્લાઓમાં રક્ષાબંધનના પર્વથી જ મેઘાવી વાતાવરણ જામ્યું છે અને હજુ પણ આવનારા દિવસોમાં અતિભારે વરસાદ પડે તેવી શકયતા જાેવાઈ રહી છે. સારા પડતા વરસાદને કારણે ખેતીનું ચિત્ર સારૂં બની રહ્યું છે તો બીજી તરફ આમ સમાજને માટે મુંઝવતો પ્રશ્ન એ છે કે, અનેક શહેરોમાં રસ્તાઓ મગરની પીઠ જેવા બની ગયેલા છે. તૂટેલા રસ્તાઓને કારણે લોકોની હાલત ખરાબ બની ગઈ છે. સોરઠ અને સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં નદી, નાળા અને ડેમોમાં તથા ચેકડેમોમાં ભારે પાણી આવ્યાં છે. તેમજ ખેતરોમાં પાણી ઘુસી જવા, પૂલ તૂટી જવા જેવા બનાવો બન્યા છે. એક તરફ ચોમાસાની સિઝન, કોરોનાનો રોગચાળો અને સાથે જ પાણીજન્ય રોગચાળો વકર્યો છે. સાથે મચ્છર, માખી, જીવજંતુઓનો પણ ઉપદ્ર વધી રહયો છે અને ઠેર-ઠેર કચરાના ગંજ ખડકાયા છે અને તેને લઈને સ્વચ્છ ભારત અભિયાનના લીરા ઉડયા છે. રાજયભરમાં ચોમાસાની જમાવટ થતાં મેઘરાજાએ ૩૩ જિલ્લાના ર૩૪ તાલુકાઓમાં મેઘમહેર થઈ રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!