જૂનાગઢ અને સોરઠ પંથકમાં ધીમીધારે મેઘવર્ષા

0

સાતમ આઠમના તહેવારો દરમ્યાન જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ધીમીધારે મેઘવર્ષા સતત ચાલુ રહી છે. સોમ, મંગળ અને બુધવારે સતત મેઘરાજાએ અવિરત હેત વરસાવેલ છે. ગઈકાલે પણ દિવસ દરમ્યાન સતત મેઘવર્ષા રહી હતી. આજે સવારે પૂરા થતા છેલ્લા ર૪ કલાક દરમ્યાન જૂનાગઢ જિલ્લાના વિવિધ તાલુકામાં નોંધાયેલા વરસાદનાં આંકડા મી.મી. માં જાેઈએ તો કેશોદમાં ૧, જૂનાગઢ સીટી ૧૩, જૂનાગઢ ગ્રામ્ય ૧૩, ભેસાણ ૪૩, મેંદરડા-પ, માણાવદર ૧ર, માળીયાહાટીના ૪, વંથલી ૧ર, વિસાવદર ૧૧ મી.મી. નોંધાયેલ છે. જયારે આજે તા. ૧૩-૮-ર૦ર૦ ના સવારે ૬ થી ૮ દરમ્યાન ભેસાણ ૩ મી.મી., મેંદરડા ૭, માળીયા હાટીના -ર અને વિસાવદરમાં ૩ મી.મી. વરસાદ નોંધાયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!