જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૧૭ કેસ નોંધાયા

0

 

જૂનાગઢમાં કોરોનાના કેસ રોજબરોજ નોંધાઈ રહેલ છે. ગઈકાલે જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૧૭ કેસ પોઝીટીવ નોંધાયેલ છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં નોંધાયેલા કોરોનાના કેસ પૈકી જૂનાગઢ સીટી ૧૪, ભેંસાણ, માણાવદર અને માંગરોળ
૧ કેસ નોંધાયા છે. જયારે જૂનાગઢ ગ્રામ્ય, કેશોદ, માળીયા, મેંદરડા, વંથલી અને વિસાવદરમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.  ૮ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાને કારણે એક પણ મૃત્યુ થયાનો બનાવ નોંધાયેલ નથી. જૂનાગઢ શહેર અને જિલ્લામાં કન્ટેઈનમેન્ટ ઝોનનીની સંખ્યા ર૯૧ છે જેના ર૮પર ઘરોમાં ૧૦,૦૧૯ લોકો કોરોન્ટાઈન કરવામાં આવી રહેલ છે. તેઓ ઘરોમાં વસવાટ કરી રહ્યા છે તેની તકેદારીરૂપે જરૂરી સુચનાઓ તંત્ર દ્વારા આપવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!