જૂનાગઢનાં ટીંબાવાડી બીલનાથ પરામાં સી ડીવીઝનનાં પો.કો. ચેતનસિંહ જગુભાઈએ જુગાર અંગે રેડ કરતાં ૪ શખ્સોને રોકડ રૂા. ૬૯૬૦ સાથે ઝડપી લીધેલ છે. જયારે બે શખ્સો નાસી જતાં તેને ઝડપવા પોલીસે ચક્રો ગતીમાન કરેલ છે.
ભેંસાણ
ભેંસાણ તાલુકાનાં સામતપરા ગામે ભેંસાણનાં પો.કો. હૈદરઅલી ઈબ્રાહીમભાઈએ જુગાર અંગે રેડ કરતાં ૯ શખ્સોને રોકડ રૂા. ૧૬૮ર૦ મળી કુલ રૂા. ર૩૮ર૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.
મેંદરડા
મેંદરડા ધનપા શેરીમાં યુસુફ અલ્લારખા મોગલનાં મકાનમાં મેંદરડાનાં પીએસઆઈ કે.એમ. મોરી અને સ્ટાફે જુગાર અંગે રેડ કરતાં ર૩ શખ્સોને રોકડ રૂા. ૧,૦ર,૬૯૦ મળી કુલ રૂા. ૧,૯પ,૦૦૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે ઈકબાલ સોલંકી અને રફીક ઉંમર નાસી જતાં તેને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતીમાન કરેલ છે.
કેશોદ
કેશોદનાં કામધેનુ પાર્કમાં વિનયભાઈ પાનરેશીયાનાં મકાનમાં કેશોદનાં પો.હે.કો. પુરેન્દ્રસિંહ માનસીંહે જુગાર અંગે દરોડો પાડતાં ૭ શખ્સોને રોકડ રૂા. ૩૦પપ૦ સાથે ઝડપી લીધેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews