જૂનાગઢનાં અશોકનગર ભરાડ સ્કુલની સામે મધુરમ, ટીંબાવાડીમાં રહેતા સંજયભાઈ રૂડાભાઈ ગરચરે ત્રણ અજાણ્યા શખ્સો સામે એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે મોતીબાગ સર્કલ વિભાગીય કચેરી સામે પોતાની મોટર સાયકલ પાર્ક કરતા હોય આ વખતે ત્રણ અજાણ્યા શખ્સોએ એકટીવા ઉપર આવી કોઈ વાંક ગુના વગર ગાળો કાઢી ત્રણેયે એક સંપ કરીને આડેધડ શરીરે તથા મોઢાનાં ભાગે માર મારી નીચે પાડી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની સી ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવતા વધુ તપાસ એએસઆઈ બી.વી. પરમારે હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews