સમગ્ર ભારતમાં કોરોનાનો કહેર ફેલાયેલ છે ત્યારે દ્વારકાના જગત મંદિરમાં ભાવિકો વિહોણી જન્માષ્ટમીની ઉજવણી કરાઈ હતી. જગત મંદિર ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ખાલીખમ્મ જણાયું હતું. ભાવિકોએ ટીવી ચેનલના માધ્યમથી ભગવાન શ્રીકૃષ્ણના દર્શનનો લાભ લીધો હતો. સ્થાનિક લોકો કાનુડાના દર્શન માટે મંદિર બહાર રાહ જાેઈ રહ્યા હતા ત્યારે જગત મંદિરમાં વીઆઈપીઓએ સંગીત સંધ્યા અને જન્મોત્સવનો લાભ લીધો હતો. જગત મંદિરના પટાંગણમાં રાત્રિના ૧૦ થી ૧ર વાગ્યા સુધી પ્રસિધ્ધ કલાકાર કિર્તીદાન ગઢવીનો સંગીત સંધ્યા કાર્યક્રમ યોજાયો હતો જેનો વીઆઈપીઓએ લાભ લીધો હતો. જાે કે, ભાવિકો કાનુડાના જન્મોત્સવના દર્શનથી વંચિત રહ્યા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews