મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને આવકારતા જિલ્લા બેન્કના ચેરમેન ડોલર કોટેચા

0

તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા કિસાન સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે જેને જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લી.ના ચેરમેન ડોલર કોટેચા દ્વારા આવકારવામાં આવેલ છે.
તાજેતરમાં ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, કૃષિમંત્રી આર.સી. ફડદુની ઉપસ્થિતિમાં કિસાનોના હિતમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાનો ગુજરાત રાજયના બધા જ ખેડુતોને લાભ થશે. ખેડૂતોને થતા પાક નુકશાન માટે સહાય અપાશે. વધુમાં વધુ ૪ હેકટર સુધી તમા ખેડુતોને સહાય મળશે. પાક નુકશાનીના ૩૩ ટકાથી ૬૦ ટકા સુધી પ્રતિ હેકટર રૂા. ર૦ હજાર અને ૬૦ ટકાથી વધુ પાક નુકસાની હોય તો રૂા. રપ હજાર પ્રતિ હેકટર સહાય અપાશે. વધુમાં વધુ
રૂા. ૧ લાખની સહાય માટે ખેડૂતે કોઈપણ પ્રિમીયમની રકમ કે ફી ભરવાની નથી. આ યોજનાની અરજીથી લઈને ચૂકવણા સુધીની તમામ પ્રક્રિયા ઓનલાઈન રહેશે. લાભાર્થી ખેડૂતના બેન્ક ખાતામાં સહાયની રકમ સીધી જમા થશે. લાભાર્થીએ ઈ-ગ્રામ કેન્દ્ર ઉપરથી રજય સરકારના ખર્ચે અરજી કરવાની રહેશે. દુષ્કાળ, વાદળ ફાળવું, વધારે વરસાદ થવાના કિસ્સામાં પાકને થયેલ નુકસાન માટે સહાય અપાશે. આ સહાય સ્ટેડ ડીઝાસ્ટર રિસ્પોન્સ ફંડ- રાજય સરકાર આપદા સહાય ભંડોળ હેઠળ મળતી સહાય ઉપરાની રહેશે. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કિસાન સહાય યોજનાને ધી જુનાગઢ જિલ્લા સહકારી બેન્ક લી.ના ચેરમેન ડોલરભાઈ કોટેચાએ આવકારેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!