પોરબંદરનાં છાંયા નવાપરા વિસ્તારમાંથી મહિલા સંચાલિત જુગારધામ ઉપર પોલીસ ત્રાટકી

જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ સેટ્ટીની સુચના અંર્તગત પી.આઈ એમ.એન.દવે તથા પી.એસ.આઇ એન.એમ.ગઢવી તથા એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ બટુકભાઇ વિંઝુડા તથા પોલીસ કોસ્ટેબલ દિલીપભાઇ મોઢવાડીયાને મળેલ ચોક્કસ બાતમીનાં આધારે, પોરબંદર છાંયા, નવાપરા, રામનાથ મંદિર સામે આવેલ એક રહેણાક મકાનમાં જુગાર રમતો હોવાની બાતમીનાં આધારે પોરબંદર એલસીબી પોલીસે જુગાર અંગે દરોડો પાડતા ૯ વ્યકિતઓને રોકડા રૂા.૭૬,૧૦૦ તથા મો.ફોન નંગ-૮ કિ.રૂા.૩૪,૫૦૦ મળી કુલ રૂા.૧,૧૦,૬૦૦ ના મુદામાલ સાથે જુગાર રમતા પકડી પાડી ગણનાપાત્ર કેશ શોધી કાઢેલ છે અને કમલાબાગ પોલીસ સ્ટેશનમા ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આ કામગીરી પોરબંદર એલસીબી પી.આઈ એમ. એન. દવે, પી.એસ.આઇ. એન.એમ.ગઢવી, એ.એસ.આઇ. રમેશભાઇ જાદવ, બટુકભાઇ વિંઝુડા તથા હેડકોન્સ્ટેબલ સલીમભાઇ પઠાણ, રવિભાઇ ચાઉ, ગોવિંદભાઇ મકવાણા, મહિલા હેડ કોસ્ટેબલ રૂપલબેન લખધીર, પોલીસ કોસ્ટેબલ દિલીપભાઇ મોઢવાડીયા, લીલાભાઇ દાસા દ્વારા કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!