જૂનાગઢ સહીત સોરઠ પંથકમાં વરસાદી હેલી

જૂનાગઢ સહિત રાજયનાં વિવિધ તાલુકાઓમાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા ભારે વરસાદને પગલે ડેમો, તળાવો છલકાઈ ગયા છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં અડધાથી ૧ ઈંચ જેવો વરસાદ નોંધાયો છે અને હજુ પણ મેઘાવી માહોલ સર્જાયેલ છે. આગામી ર૭ તારીખ સુધી વરસાદનું જાેર યથાવત રહેશે. ૧૯ અને રર તારીખે વરસાદમાં ઘટાડો રહેશે. ત્યાં સુધી એટલે કે આ મહિનાના અંત સુધી હળવાથી મધ્યમ વરસાદ સતત ચાલુ રહેશે તેમ કૃષિ વિભાગના હવામાન નિષ્ણાંત ડો. ધીમંત વઘાસીયાએ જણાવ્યું હતું. જૂનાગઢ અને સોરઠ પંથકમાં પડી રહેલા વરસાદને પગલે રસ્તાઓમાં પાણી વહી રહયા છે. ભવનાથ વિસ્તાર, દામોદર કુંડ, સોનરખ નદી, નરસિંહ મહેતા સરોવર, વિલીંગ્ડન ડેમ, હસ્નાપુર ડેમ તેમજ જૂનાગઢ જિલ્લાની આસપાસના આવેલા ડેમોમાં પણ નવા નીરની આવક સતત થઈ રહી છે. ખેતરમાં પાણી ભરાઈ ગયા છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી કયાંક ધીમી ધારે તો કયાંક ધોધમાર વરસાદ વરસી રહેલ છે. છેલ્લા બે દિવસમાં ભેંસાણમાં અઢી ઈંચ, વિસાવદરમાં ૧ અને વંથલી, મેંદરડા, માણાવદરમાં અડધો ઈંચ વરસાદ પડી ગયો છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ધીમીધારે દિવસભર વરસાદ સાથે શ્રાવણી સરવડા વહી રહ્યાં હતાં. જૂનાગઢ જિલ્લામાં સિઝનનો કુલ વરસાદ ૩પ.પ૯ ઈંચ (૯૯.૦૮ ટકા) થયો છે. કેશોદમાં ૧૧૧.૯ર ટકા, ભેંસાણમાં ૧રર.પ૦, માણાવદર ૧ર૯.ર૧ ટકા અને વંથલીમાં ૧૦ર.૪ર ટકા સિઝનનો કુલ વરસાદ પડેલ છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં તા. ૧૩-૮-ર૦ર૦ અને તા.૧૪-૮-ર૦ર૦ના ૬ થી ૮ દરમ્યાન વરસેલા વરસાદના આંકડા ઉપર મુજબ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!