જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૧૧ કેસ નોંધાયા

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસમાં કોરોનાના વધુ ર૮ કેસ જાેવા મળેલ છે. ૩૪ દર્દીઓ સ્વસ્થ થતાં તેને ડિસ્ચાર્જ કરાયા છે. છેલ્લા ૪ દિવસથી જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાને કારણે એક પણ મૃત્યું થયાનો બનાવ નોંધાયેલ ન હોય લોકો અને તંત્રએ રાહતની લાગણી અનુભવી છે. છેલ્લા ૪ દિવસથી કોરોનાની રફતાર ધીમી પડી હોય તેમ કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાયો છે. ગઈકાલે કોરોનાના ૧૧ નવા કોરોનાના કેસ નોંધાયા હતા જેમાં જૂનાગઢ સીટીના-પ, જૂનાગઢ તાલુકાના ૩ તેમજ કેશોદ અને માંગરોળના ૧-૧ કેસનો સમાવેશ થાય છે. ગઈકાલે ર૬ દર્દીઓને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં જાહેર કરાયેલા કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા ર૯૩ છે જેનાં ર૮૩૦ ઘરોમાં ૯૯૪૬ લોકો વસવાટ કરી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!