માંગરોળમાં પીજીવીસીએલ તંત્ર રેગ્યુલર પાવર સપ્લાય પૂરો પાડવામાં સદંતર નિષ્ફળ

0

ભ્રષ્ટાચારમાં ખદબદી રહેલ માંગરોળ પીજીવીસીએલની ઘોરબેદરકારીના લીધે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. છેલ્લા એક વર્ષથી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રેગ્યુલર પાવર સપ્લાય પૂરો પાડવામાં માંગરોળ પીજીવીસીએલ સદંતર નિષ્ફળ રહ્યું છે. પ્રિ-મોન્સુન કામગીરીના નામે લાખો રૂપિયાના ધુમાડા કરવા છતાં ચોમાસાના ચાર છાંટા પડે કે ટપોટપ પાવર બંધ કરી દેવાઈ છે. અસંખ્ય ફોલ્ટ અને અઢળક ફરિયાદો વચ્ચે કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાથી બેચેન લોકો ઉપર પીજીવીસીએલની ઘોરનિંદ્રાએ લોકોની મુશ્કેલી બમણી કરી દીધી છે. ગરમીમાં શહેરી વિસ્તારોમાં વારંવાર વિજ ધાંધિયા લોકડાઉનમાં લોકોને ઘરોની બહાર નીકળી જવા મજબુર કરી દે છે. તો બીજી બાજુ અનેક વાર વિજ ફોલ્ટ લખાવવા છતાંય માંગરોળ પીજીવીસીએલ દ્વારા કોઇ પણ પ્રકારનું ધ્યાન દેવામાં આવ્યું નથી. હેલ્પલાઈન નંબર ફોન રીસીવ થતાં નથી તો જવાબદાર અધિકારીઓ ફોન પણ ઉપાડતા નથી. ક્યારેક ફોન ઉપાડી પણ જાય તો સંતોષકારક જવાબ મળતા નથી. આવી અનેક પ્રકારની સમસ્યાઓથી ત્રસ્ત થઈ માંગરોળના મીઠીવાવ, નાગદા, બંદરઝાપા, લાલબાગ, લુણાવાડા સહિત અનેક વિસ્તારના લોકો પોતાની અનેક ફરિયાદો અને આવેદનો આપવા છતા કોઇ નિરાકરણ આવતું નથી. કેટલીક વાર મોટી સંખ્યામાં લોકો પીજીવીસીએલ કાર્યાલયે જમા થઇ દેખાવો કરે છે છતા તંત્રના પેટમાં પાણી હલતુ નથી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!