માંગરોળ બંદર ખાતે અસામાજીક તત્વો બેફામ, લઘુમતીઓ ઉપર હુમલાનો દોર યથાવત

0

માંગરોળ બંદર વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો દિવસે દિવસે બેફામ થતા જાય છે. મરીન પોલીસની મીઠી નજર અને રાજકીય માથાઓની છત્રછાયામાં અસામાજીક તત્વો દિવસે દિવસે છાકટાં બની ફરે છે. માંગરોળ બંદર ઉપર વેપાર ધંધાને લઈને હીન્દુ-મુસ્લીમ સમુદાયનો લોકો વર્ષોથી એકબીજા સાથે સંકળાયેલા છે. ત્યારે આ બન્ને સમુદાયના લોકો વચ્ચે દરાર પેદા કરવા અવાર નવાર લઘુમતી સમુદાયના લોકોને નિશાના બનાવી શહેરમાં તનાવ પેદા કરવાના હીન પ્રયાસો કરતા રહે છે. અનેક ફરિયાદો થવા છતા પોલીસની રહેમનજર હેઠળ લુખ્ખા તત્વો દ્વારા કાકરીચાળો અને હુમલોઓનો દોર યથાવત રહ્યો છે. ગુરૂવારે વહેલી સવારે બંદર ઉપર વાહીદશાહ કબ્રસ્તાનમાં ફાતીહા પઢવા જઈ રહેલા વયોવૃદ્ધ વ્યક્તિ ઉપર પાછળથી લુખ્ખા તત્વોએ હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની વિગત એવી છે કે માંગરોળ બંદર ઉપર ઘાંચી મુસ્લિમ સમાજના વાહીદશાહ કબ્રસ્તાનમાં વહેલી સવારે ૬૫ વર્ષિય ઈસ્માઈલભાઈ કાલવાત ફાતીહા પઢવા પોતાની બાઈક ઉપર જઈ રહ્યા હતા. ત્યારે બંદરેથી બળ તરફ જતા રસ્તા ઉપર મંદિર નજીક પાછળથી એક બાઈક ઉપર બે ખારવા યુવાનો ધસી આવી ચાલું બાઈક ઉપરથી જોરથી ધુંબો મારી પછાડી દીધેલ. ફરી તેમની ઉપર વાર કરે ત્યાં નસીબજોગે એક રાહદારી આવી જતા હુમલાખોરો ભાગી છૂટેલા અને વયોવૃદ્ધ વ્યક્તિનો બચાવ થયો હતો. રાહદારીએ હુમલો કરનારા અસામાજિક તત્વોની બાઈક નંબર નોંધી લીધેલ હતો. ભોગ બનનાર વૃદ્ધે બાઈક નંબર સાથે બંદરના બે લુખ્ખા તત્વો વિરૂધ્ધ માંગરોળ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે . માંગરોળ બંદર વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો વારંવાર લઘુમતી લોકોને ટાર્ગેટ કરી મોટા માથાઓ અને રાજકીય આકાઓની છત્રછાયામાં કાયદો ખિસ્સામાં રાખી ફરે છે. કબ્રસ્તાનની અંદર ઘૂસી તોડફોડ અને આગજની કરવી, લઘુમતી સમુદાયના લોકો સાથે ગમે ત્યારે દાદાગીરી અને મારપીટ જેવા કૃત્યો કરી બે સમુદાય વચ્ચે વૈમનસ્ય પેદા કરવાના બદઈરાદા સાથે નઠારા તત્વો અવાર નવાર ટીખળો કરતા રહે છે. આવી અનેક ઘટનાઓ બની છે અને અઢળક ફરીયાદો થવા છતાં પણ મરીન પોલીસની નિરશ કામગીરીથી લુખ્ખા તત્વોમાં કાયદો વ્યવસ્થા અને પોલીસનો ડર રહ્યો ના હોય એમ અવાર નવાર ટીખળો અને હુમલાઓનો દોર ચાલુ રાખ્યો છે. બંદરના બેફામ બનેલા આવારા તત્વોથી લઘુમતી સમુદાયના લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે ત્યારે ઉચ્ચકક્ષાએથી કડક પગલા ભરવામાં આવે તેવી લોક લાગણી પ્રવર્તી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!