જૂનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની મળેલી બેઠકમાં મહત્વના નિર્ણયો કરાયા

જૂનાગઢ મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન રાકેશભાઈ ધુલેશીયાના અધ્યક્ષસ્થાને શુક્રવારે સ્થાઈ સમિતિની એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં જૂનાગઢ શહેરની પ્રજાને સ્પર્શતા વિકાસ કામો તેમજ સફાઈ-પાણી સહીતના પ્રશ્ને મહત્વના નિર્ણયો લેવાયા હતા. આ બેઠકમાં વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. સ્થાયી સમિતિમાં જે કામોને મંજૂરી આપવામાં આવી છે તેમાં મહાનગરપાલિકા હસ્તકના ગાંધીગ્રામ વિસ્તાર તથા ગણેશનગર વિસ્તારમાં આવેલા હયાત અર્બન હેલ્થ સેન્ટર ઉપર નવો માળ ઉભો કરી સ્વાસ્થ્યલક્ષી સુવિધાઓમાં વધારો કરવાના કામ ખર્ચ રકમ રૂા.૧૩,૭પ,૯૩૪/- મંજુર કરવામાં આવેલ છે, જૂનાગઢ મહાનગરમાં વોટર સપ્લાય ઝોન-૩ વિસ્તારમાં પાણીની પાઈપલાઈનનું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ઉભું કરવા માટે તથા સંલગ્ન કામગીરી કરવા માટે રૂા.ર૯.૮૯ કરોડનો ડીપીઆર તૈયાર કરી સરકારશ્રીના જીયુડીએમ વિભાગમાં માંગણી અર્થે મુકવા માટેની કમિશ્નરની દરખાસ્તને મંજુર કરવામાં આવેલ છે, જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં.પમાં આવેલ ૧૪માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મીરાનગર મેનરોડથી બાયપાસને જાેડતો રોડ રકમ રૂા.૬૬ લાખ તથા સ્વર્ણીમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ટીએએસપી ગ્રાન્ટમાંથી ધારાગઢ રોડ ખાતે સ્લેબ કલવર્ટ બનાવવા રૂા.૩૭ લાખ માટેના કામની ટેન્ડર શરતોને મંજૂરી આપવામાં આવેલ છે, મહાનગરપાલિકા વિસ્તારમાં જુદા જુદા સ્થળો ઉપર કરવાના થતા બોરના વાર્ષિક ભાવોને મંજૂરી આપવામાં આવેલ છે.
મહાનગર વિસ્તારમાં સફાઈની કામગીરી હાથ ધરી રહેલી એજન્સીની ડીપોઝીટની રકમ જમા રાખી કામગીરી પુરતી રકમ છુટ્ટી કરી હવેથી બાકી રહેલા માર્ગો પણ નિયમીત સફાઈ થાય તેવું આયોજન હાથ ધરવામાં આવશે, ૧૪માં નાણાપંચ પ્રથમ હપ્તા અંતર્ગત વોર્ડ નં.૯ વિસ્તારમાં વિકાસકામોની ટેન્ડર પ્રક્રિયાને મંજૂર કરવામાં આવેલ છે, જૂનાગઢ મહાનગરમાં ભુગર્ભ ગટર યોજનાના ડીપીઆર તૈયાર કરવાના ભાગરૂપે એસટીપી બનાવવા કુલ ૬પ૪પ ચો.મી. બીનખેતી જમીન ઉપયોગ સબંધે રૂપાંતર કરવા માટે રૂા.૯,૩૦,૦૪પની રકમ ભરપાઈ કરવાની દરખાસ્ત મંજુર કરેલ છે, મહાનગર હદવિસ્તારમાં હાલમાં ડોર ટુ ડોર કલેકશનથી એકત્રીત થતા કચરા/વેસ્ટ વગેરેને પ્લાસવા ડંમ્પીંગ સ્ટેશન ઉપર મોકલતા પહેલા હાજીયાણી બાગ ખાતે ટ્રાન્ઝીસ્ટર પોઈંન્ટ માટે આવશ્યક જમીન ઉપલબ્ધ કરાવવા જમીન માંગણી અર્થે ૮ર,૬૧,૦પ૧/- સરકારમાં ભરપાઈ કરવાના ખર્ચને આજરોજની બેઠકમાં મંજુર કરવામાં આવેલ છે, જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ભવનાથ વિસ્તારમાં નારાયણધરા ખાતે જવા માટે સાઈનબોર્ડ (તકતી) સ્વખર્ચે સ્વામી નારાયણ મંદિર દ્વારા માંગણી મુકવામાં આવેલ હોય જેને મંજૂરી આપવામાં આવેલ છે. શુક્રવારે યોજાયેલી બેઠકમાં સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન રાકેશભાઈ ધુલેશીયા, કમિશ્નર તુષાર સુમેરા, નાયબ કમિશ્નર લખીયા, સમિતિના સભ્યો મહેન્દ્રભાઈ મશરૂ, ગીરીશભાઈ કોટેચા, સંજયભાઈ કોરડીયા, હરેશભાઈ પરસાણા, કીરીટભાઈ ભીંભા, શિલ્પાબેન જાેષી, આદ્યશકિતબેન મજમુદાર વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક અગાઉ મેયર ધીરૂભાઈ ગોહેલ તેમજ ડેપ્યુટી મેયર હિમાંશુ પંડયા અને સ્ટેન્ડીંગ કમિટીના સભ્યોશ્રીની સંકલનની બેઠક પણ યોજવામાં આવી હતી અને તેમાં એજન્ડાની આઈટમો બાબતે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!