સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં કોરોના સંક્રમણને રોકવા આરોગ્ય વિભાગ અને પોલીસના જવાનોની કામગીરી નોંધપાત્ર રહી છે.આવી નોંધપાત્ર કામગીરી કરનાર આરોગ્ય વિભાગના તબીબો, પેરા મેડિકલ સ્ટાફ તેમજ પોલીસ જવાનોનું સ્વાતંત્ર્ય દિન નિમિત્તે પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના હસ્તે સન્માન કરવામાં આવ્યું છે.
સન્માનીત થયેલાઓમાં ડો. જીગ્નેશ કરંગીયા આસીસટન્ટ પ્રોફેસર, મેડિકલ કોલેજ જૂનાગઢ જેમણે સતત કોરોના વોર્ડમાં ફરજ બજાવી કોરોના પોઝિટિવ દર્દીઓની સારવારમાં મહત્વની ફરજો અદા કરી હતી. આ ઉપરાંત ડો. જતીન લંગાટર અને ડો. પુનિત મારકણાએ પણ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવારમાં મહત્વનું પ્રદાન આપ્યું છે.
તબીબો ઉપરાંત વિરાલી વાઢેર સ્ટાફ નર્સ સિવિલ હોસ્પિટલ તેમજ લેબટેકનિશ્યન રાજકુમાર કાબરા અને ભૈરવી પંડ્યા, એફ. એચ. ડબલ્યુ. નિકિતા મેઘનાથીનું બહુમાન કરવામાં આવ્યું હતું.
લોકડાઉનમાં કાયદો-વ્યવસ્થા જાળવવા સાથે સંવેદનશીલ અભિગમથી લોકોને ઉપયોગી થનાર જૂનાગઢ જિલ્લાના પોલીસના પી.એસ.આઇ. કે. જે.પટેલ, અને જે.એચ.કચોટ તેમજ એએસઆઇ હસુભાઇ કટારા, પોલીસ કોન્સટેબલ કૈલાશભાઈ નાનજીભાઈ અને કરણભાઈ વાળાનું સ્વાતંત્ર્ય દિન નિમિત્તે મંત્રી જવાહરભાઈ ચાવડાના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews