માંગરોળનાં પર્યાવરણ પ્રેમી નરેશભાઈ ગોસ્વામીનાં જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરાયું

સંજીવની નેચર ફાઉન્ડેશન માંગરોળ દ્વારા નરેશભાઈ ગોસ્વામીનાં જન્મદિવસ નિમિત્તે શીલ ગામ મુકામે મૌની બાપુનાં આશ્રમએ વૃક્ષારોપણ તથા સ્વાગત કાર્યર્ક્મનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે હાજર આગેવાનો દ્વારા નરેશભાઈ ગોસ્વામીનું શાલ ઓઢાડી ફૂલહાર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. નરેશભાઈ ગોસ્વામી દ્વારા આગેવાનોને ચકલીનાં માળાનું વિતરણ કરવામાં આવ્યું તથા ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ મંથન ડાભી દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રમુખ મંથન ડાભીનું ઉજ્જૈન મહાકાલ મહાદેવની છબી આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ તકે કેશોદનાં ધારાસભ્ય દેવાભાઇ માલમ, પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, જિલ્લા મહામંત્રી રામજીભાઈ ચુડાસમા, ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ મંથન ડાભી, માંગરોળ શહેર ભાજપ પ્રમુખ લીનેશભાઈ સોમૈયા, ચેતનભાઈ કગરાણા, માંગરોળ નગરપાલિકાના સભ્યઓ, પત્રકાર મિત્રો, ગદ્રે મરીનના અધિકારીઓ, મહંત રામ મંદીર-શીલ રવિન્દ્રદાસ બાપુ, રામજીભાઈ ચુડાસમા, જેન્તિભાઈ કામડીયા, સુધીરભાઈ ભરડા, કેશુભાઈ ગરેજા, દીનેશભાઈ ડાકી, જીતુભાઈ પંડીત(પટેલ), શિવમ્‌ ચક્ષુદાનના નાથાભાઇ નંદાણીયા તેમજ ગામના યુવાનો હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા રમેશભાઇ જોષીએ કરેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!