જૂનાગઢ : અપહરણનાં ગુનામાં ફરાર આરોપીને ઝડપી લેતી પોલીસ

0

તાજેતરમાં ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા દ્વારા ગુમ થયેલ બાળકો તથા સગીર વયની યુવતીઓને શોધી કાઢવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય જેના ભાગરૂપે જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલોસ વડા રવિ તેજા વાસમશેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ પોલીસ અધિકારીઓને ગુમ તથા અપહરણ થયેલ બાળકો અને સગીર વયની યુવતીઓને શોધી કાઢવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે. દરમ્યાન જૂનાગઢ શહેરના
બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના જોશીપુરા નંદનવન સોસાયટી ખાતેથી તા. ૫/૮/૨૦ ફરિયાદીની સગીર વયની દીકરીને આરોપી બિલાલ મહેબૂબ (રહે. નંદનવન), જૂનાગઢ વાળો લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી લઇ ગયેલ હતો. આ બાબતે ફરિયાદી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી. આ બનાવ અંગે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.બી.સોલંકી, પીએસઆઇ એ.કે.પરમાર, હે.કો. પરેશભાઇ, પૃથ્વીરાજસિંહ, અજયસિંહ, ભગતસિંહ, મહિલા પો.કો. પુરીબેન સહિતના સ્ટાફની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવેલ હતી. દરમ્યાન આરોપીના સગા સંબંધી મિત્રોની પૂછપરછ તેમજ ડીવાયએસપી કચેરીના ટેક્નિકલ સેલના હે.કો. કમલેશભાઈ દ્વારા ટેક્નિકલ સોર્સથી બી ડિવિઝન પોલીસને બાતમી મળેલ કે, આરોપી રહીમ ઉર્ફે મહેબૂબ બિલાલ મુલતાની અને ભોગ બનનાર સગીરા હાલમાં ચોટીલા ગામમાં જ રહે છે, જે મળેલ બાતમીના આધારે બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા આરોપી રહીમ ઉર્ફે મહેબૂબ બિલાલ અમીનભાઈ મુલતાની પિંજારા (ઉ.વ. ૨૨ રહે. જોશીપુરા, નંદનવન સોસાયટી, વિનાયક એપાર્ટમેન્ટ સામે, જૂનાગઢ) તથા ભોગ બનનાર સગીરાને શોધી કાઢી આરોપીને પકડી પાડી, આરોપી રહીમ ઉર્ફે મહેબૂબ બિલાલ મુલતાનીની ધરપકડ કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી રહીમ ઉર્ફે મહેબૂબ બિલાલ મુલતાની છેલ્લા અઠવાડિયાથી અપહરણના ગુન્હામાં વોન્ટેડ હતો જેની ધરપકડ કરી, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.બી. સોલંકી, પીએસઆઇ એ.કે. પરમાર, હે.કો. પરેશભાઇ, પૃથ્વીરાજસિંહ, અજયસિંહ, ભગતસિંહ, મહિલા પો.કો. પુરીબેન, સહિતના સ્ટાફની ટીમ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવતા પકડાયેલ આરોપી રહીમ ઉર્ફે મહેબૂબ બિલાલ મુલતાની તથા ભોગ બનનારને પ્રેમ સંબંધ હોઈ, આરોપી અને ભોગ બનનાર સગીરા એકબીજા વગર રહી શકે તેમ ના હોઈ, બંને નાસી ગયેલ હોવાની કબૂલાત કરવામાં આવેલ હતી. પકડાયેલા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી, મેડિકલ તપાસણી કરી, આગળની તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. આર.બી. સોલંકી તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!