માળીયા હાટીનાના વડાળા ગામ નજીક ઘોઘમ ધોધ પાસે ડૂબી જતાં ચર ગામના યુવાનનું મોત

માળીયા હાટીના તાલુકાના વડાળા ગામના ઘોઘમધોધમાં મિત્ર મંડળ સાથે નાવા જવાથી એક નવયુવાન દેવેન્દ્રન્દ્રભાઈ ભુપતભાઈ વાઢીયા સહિત ત્રણ લોકો અત્રે આવી ધોધમાં નાહતા હોય અને મોબાઈલ કેમેરા વડે ફોટા પાડતા હતા ત્યારે કોઈ કારણ સર ડૂબવા લાગતા રામભાઈ દેવધરીયા દ્વારા તેમને બચાવવા પ્રયાસ કરેલ બાદ તેમને વડાળામાં સરપંચ રાવતભાઈ સહિતનાંઓ દ્વારા માળીયા હાટીના સામુહિક આરોગ્ય કેન્દ્ર માંલઇ આવતા ફરજના અધિકારીએ મૃતદેહ જાહેર કર્યો હતો અને આગળની કાર્યવાહી માળીયા હાટીના પોલીસ ચલાવી રહી છે. માળીયા હાટીનાથી ૪ કી.મી. દૂર વડાળા ગામે ઘોઘમનો ધોધ આવેલ છે. ત્યાં ગુજરાત ભરના સાહેલાણીઓ મોટી સંખ્યામાં નાહવા આવે છે. ઘોઘમના ધોધમાં નાહવા જવાથી કેટલાક લોકો ડુબી જવાથી મોત થાય છે. ઘણી વખત વડાળાના સરપંચ રાવતભાઈ સીસોદીયાએ તંત્રને રજૂઆત કરેલ છે. તંત્ર પાસે ઘટતી કાર્યવાહીની માંગ કરી છે. આ ચારેય યુવાનો કેશોદ તાલુકાના ચર ગામનાં છે અને નાહવા માટે આવ્યાં હતાં આ ઘોઘમના ધોધમાં દર વર્ષે ૨ થી ૩ લોકોના મોત થાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!