જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થક્ષેત્ર અને આસપાસની વનરાજી જાણે સિંહોનું મનગમતું સ્થાન હોય તેમ અવાર નવાર અહીં જંગલના રાજા વનરાજના આટાફેરા વધી જતા હોય છે. અહીં પસાર થતા લોકોને સિંહોના દર્શન થઈ જતા હોય છે. એક બાબત ધ્યાન ખેચે એવી છે કે, અવાર નવાર આ વિસ્તારમાં ઘુમવા નિકળેલા વન રાજાેએ માનવ ઉપર હુમલા કર્યા હોય તેવા જુજ બનાવો બન્યા છે. શુક્રવારે આખો દિવસ સતત વરસાદ રહ્યો હતો અને વરસાદી માહોલમાં વનરાજ જંગલની બહાર નિકળી ગયા હતા. અશોક શિલાલેખ પાસે વનરાજે દેખા દિધી જે પ્રસ્તુત તસ્વીરમાં મોજમાં રહેલો સિંહ દર્શાય છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews