જૂનાગઢની સરદારપરા પ્રાથમિક શાળામાં ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કોરોનાની મહામારીનાં કારણે સોશ્યલ ડીસ્ટન્સ રાખી ફકત સ્કુલનાં સ્ટાફ દ્વારા ઉજવણી કરાઈ હતી. બાળકોનાં સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરવામાં આવેલ હતાં. આ તકે સીઆરસી કો.ઓ.નેટર ગોહેલભાઈ અને સરદારપરાનાં મિલેનીયમ કોમ્પ્યુટરનાં સંચાલક તથા સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનાં પ્રેસ રીપોર્ટર પ્રકાશભાઈ ભાદરકા દ્વારા ધ્વજવંદન અને વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું. આ પ્રસંગે આચાર્ય હંસાબેન કલોલા, દેવીકાબેન ચૌહાણ, દયાબેન સખરેલીયા, ભાવિશાબેન ગધેસરીયા, કાજલબેન નનાણીયા ઉપસ્થિત રહયા હતાં. અત્રે નોંધનીય છે કે આ સ્કુલનાં શિક્ષીકા ભાવીશાબેન ગધેસરીયાને શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ પણ આજે અર્પણ કરવામાં આવેલ હતો. તેમજ આ સ્કુલનાં શિક્ષીકા દેવીકાબેન ચૌહાણ તા. ૩૦-૧૦-ર૦નાં રોજ નિવૃત થઈ રહયા હોવાથી ઉપસ્થિત તમામે શુભેચ્છા આપી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews