જૂનાગઢ સહીત દેશભરમાં આજે તા.૧પમી ઓગષ્ટ ર૦ર૦ શનિવારના રોજ ભારતના ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને ધ્વજ વંદન સહીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું. આ વર્ષે જૂનાગઢ જીલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જૂનાગઢમાં કરવામાં આવેલ જેમાં સવારે ૯ કલાકે પોલીસ તાલીમ મહાવિદ્યાલય બીલખા રોડ ખાતે આવેલ પરેડ ગ્રાઉન્ડમાં સવારે ૯ કલાકે ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત રાજયના પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના હસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી ધ્વજને સલામી આપી પરેડનું નિરીક્ષણ કરાયું હતું. આ તકે મંત્રી
શ્રી જવાહરભાઈ ચાવડા દ્વારા પ્રાસંગીક ઉદબોધન કરવામાં આવ્યા બાદ કોરોના વોરીયર્સનું સન્માન તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જૂનાગઢ જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો.
મનપામાં ધ્વજ
વંદન ૭૪માં સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા આવતીકાલે સવારે ૧૦ કલાકે કોર્પોરેશન ખાતે મહાનગરપાલિકાના મેયર ધીરૂભાઈ ગોહેલના હસ્તે ધ્વજ વંદન કરાયું હતું. આ તકે કોર્પોરેટરશ્રીઓ મહાનગરપાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા..
જૂનાગઢ જીલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત ધ્વજ વંદન
જૂનાગઢ સહીત જીલ્લાભરમાં આવતીકાલે ૭૪માં સ્વાતંત્ર પર્વન નિમિત્તે ધ્વજ વંદન સહીતના કાર્યક્રમો યોજાયા હતા. જૂનાગઢ જીલ્લાના બીલખા, વિસાવદર, ભેંસાણ, મેંદરડા, માળીયા, કેશોદ, માંગરોળ, ચોરવાડ, વંથલી, માણાવદર સહીતના તાલુકાઓમાં તેમજ વિવિધ શહેરો, તાલુકા તથા ગ્રામ્ય સ્તરે પણ સ્વાતંત્ર દિનની ઉજવણી કરાઈ હતી. આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં આવેલી સામાજીક સંસ્થાઓ અને સેવાકીય મંડળો દ્વારા પણ ધ્વજ વંદન કરાયું હતું તેમજ ભવનાથ વિસ્તારમાં આવેલા ધાર્મિક સ્થળોમાં પણ ધ્વજ વંદના કાર્યક્રમ યોજાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે કોરોનાની મહામારીના સમયમાં દરેક તહેવારો ઉત્સવો સાદાઈથી અને સામાજીક અંતર જાળવી આરોગ્ય વિભાગની ગાઈડલાઈનને અનુસરી અને તકેદારી સાથે ઉજવવામાં આવી રહેલ છે. ભારત દેશની આઝાદી અપાવવામાં મહત્વનું યોગદાન આપનારા શહીદ વિરો, સ્વાતંત્ર સેનાનીઓને આ દિવસે યાદ કરી અને તેમના યોગદાનને યાદ કરવામાં આવે છે. ભારત દેશ ઉપર ૧પ૦ ઉપરાંત વર્ષ સુધી અંગ્રેજાેએ રાજ કર્યું હતું અને સમગ્ર ભારત દેશને ગુલામીની ઝંજીરોમાં કેદ કરેલ હતો. અનેક શહીદ વિરો અને સ્વાતંત્ર સેનાનીઓની ઝીંદા દીલ તેમજ રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીજીની સવીનય કાનુન ભંગ, સત્યાગ્રહ, આઝાદીની ચળવળ, અંગ્રેજાે આ દેશ છોડી ચાલ્યા જાવ અને કવીટ ઈન્ડીયાની લડત આખરે સફળ રહી હતી અને અંગ્રેજાે ભારત છોડી અને પોતાના વતન જતા રહ્યા હતા. ૧પમી ઓગષ્ટ ૧૯૪૭ના દિવસે ભારત દેશ આઝાદ થયો હતો. આ દિવસને સ્વાતંત્ર દિન તરીકે ઉજવવામાં આવે છે. આવતીકાલે ૭૪માં સ્વાતંત્ર પર્વ પ્રસંગે સર્વેને સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પરીવાર દ્વારા હાર્દીક શુભકામના.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews