જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં છેલ્લા પાંચ દિવસ થયા મેઘરાજાનો મુકામ છે અને અવિરત મેઘ વર્ષા થઈ રહી છે. ગઈકાલે દિવસ દરમ્યાન સતત મેઘરાજા વરસ્યા હતા અને પોતાનું હેત જૂનાગઢ અને સોરઠ ઉપર વરસાવ્યું હતું. શ્રાવણ માસનાં આ પવિત્ર દિવસોમાં મેઘરાજાની કૃપાથી જાણે ભગવાન શિવજીનાં આશીર્વાદ મળી રહયા હોય તેવી લાગણી આમ જનતા અને ખેડૂતો અનુભવી રહયા છે. ગઈકાલથી લઈ આજે સવારે પુરા થતાં ર૪ કલાક દરમ્યાન જૂનાગઢ સહિત વિવિધ તાલુકામાં નોંધાયેલા વરસાદમાં કેશોદ પ૭ મી.મી., જૂનાગઢ સીટી ૭૪ મી.મી., જૂનાગઢ ગ્રામ્ય ૭૪ મી.મી., ભેસાણ-૪૧, મેંદરડા-૧૯, માંગરોળ-૪૮, માણાવદર -પપ, માળીયા હાટીના-૬૩, વંથલી-૧૦૦ અને વિસાવદર-૯૦ મી.મી. જેટલો વરસાદ નોંધાયો છે. આજે સવારથી જ મેઘાવી માહોલ સર્જાયો છે અને હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તા. ૧૩ થી ૧૭ દરમ્યાન ભારે વરસાદની આગાહી હોય જેને પગલે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીનાં પગલા લેવામાં આવ્યા છે. દરેક તાલુકામાંથી દર બે કલાકે મસેજ આપવા, કન્ટ્રોલ રૂમ ખાતે નાયબ મામલતદારશ્રી રાઉન્ડ ધી કલોક હાજર રહેવા તેમજ નદીનાં પટ ઉપર કોઈ અવર-જવર ન કરે, તેમજ પૂલ ઉપરથી કોઈ લોકો પસાર ન થાય તે માટેની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. તેમજ ડેમમાંથી પાણી છોડવાનાં સમયે નીચાણવાળા વિસ્તારનાં તમામ ગામોને તાત્કાલીક સાવચેત કરવા અને સ્થળાંતર માટેની તકેદારીનાં ભાગ રૂપે તંત્રને સાબદું કરવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews