જૂનાગઢ શહેર અને જિલ્લામાં વધુ ર૪ કેસ કોરોનાનાં નોંધાયા

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ નોંધાવાનો દૌર યથાવત રહેલ છે.જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે વધુ ર૪ કેસ કોરોનાના પોઝીટીવ નોંધાયા છે. ૧૪ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૧,ર૪૯ કેસ થયા છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના ર૪ કેસ પૈકી જૂનાગઢ સીટીમાં ૧૧, જૂનાગઢ ગ્રામ્ય ૧, કેશોદ ૩, ભેંસાણ ૧, મેંદરડા ૩પ, માંગરોળ ૩, વંથલી અને વિસાવદરમાં ૧-૧ કેસ કોરોનાનો નોંધાયો છે જયારે માળીયાહાટીનામાં ગઈકાલે કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!