જૂનાગઢ જીલ્લામાંથી જુગાર રમતાં ૧૬ શખ્સો ઝડપાયા

0

જૂનાગઢનાં મુબારક બાગમાં બી ડીવીઝનનાં પો.હે.કો. પી.બી. હુણે જુગાર અંગે દરોડો પાડતાં ત્રણ શખ્સોને રૂા. ૧૬પ૯૦ સાથે ઝડપી લીધેલ છે. જયારે ત્રણ શખ્સો નાસી જતાં તેને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતીમાન કરેલ છે.
વંથલી
વંથલી તાલુકાનાં મહોબતપુાર ગામે વંથલીનાં પો.હે.કો. પી.એસ. શેખવાએ જુગાર અંગે રેડ પાડતાં ૮ શખ્સોને રોકડ રૂા. ૧,૧૪,૩પ૦ મળી કુલ રૂા. ૧,ર૬,૩પ૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.
કેશોદ
કેશોદ તાલુકાનાં મેસવાણ ગામે કેશોદનાં પો.હે.કો. કનકભાઈ હાજાભાઈએ જુગાર અંગે રેડ કરતાં પાંચ શખ્સોને રોકડ રૂા. ર૪૯૦ સાથે ઝડપી લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!