RBIએ સરકારને ૫૭,૦૦૦ કરોડ રૂપિયાના ડિવિડન્ડ પેઆઉટને મંજૂરી આપી

0

સરકારે ફરી નાણાંકીય ખાધનો સામનો કરતા ફરી RBI તરફ મીટ માંડી છે. સરકારે ફરી આરબીઆઈ પાસે ડિવિડન્ડની માગણી કરી છે અને આજની આરબીઆઈની બોર્ડ બેઠકમાં સરકારને આપવાના ડિવિડન્ડ, લોન મોરેટોરિયમ અને અન્ય રેગ્યુલેટરી ફ્રેમવર્ક અંગે બેઠક યોજી છે. સૂત્રોએ આપેલ માહિતી અનુસાર સરકારને ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની સેન્ટ્રલ બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી ૫૭,૦૦૦ કરોડ ડિવિડન્ડ પેટે મળશે.
ઈકોનોમીક ટાઈમ્સના અહેવાલ અનુસાર આરબીઆઈ આ વર્ષે કેન્દ્ર સરકારને ડિવિડન્ડ પેટે ૫૭,૦૦૦ કરોડ આપી શકે છે. ફેબ્રુઆરીમાં બજેટ રજૂ કરતી વખતે નાણાંમંત્રી ર્નિમલા સીતારમણે કોરોના પૂર્વે જ ૬૦,૦૦૦ કરોડના ડિવિડન્ડનું અનુમાન મૂક્યું હતું. જાે કે, હવે કોરોનાને કારણે સરકારની આવક ઘટી છે અને ખર્ચ પણ વધ્યો છે તેથી ચોતરફ ચિંતાના વાદળો છે. આ સિવાયની વધારાની કોઈ સરપ્લસ રકમ સરકારને આરબીઆઈ તરફથી નહીં મળી શકે, તેમ સૂત્રોએ ઉમેર્યું છે. કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે સરકારની આવક ઉપર ભારે ફટકો પડ્યો છે.
આ સંજાેગોમાં ભારતના નાણાપ્રધાન ર્નિમલા સીતારમણ આગામી સપ્તાહમાં રિઝર્વ બેંક સમક્ષ બીજું ડિવિડન્ડ ચૂકવવાની માંગ કરી શકે છે. જાે કે, આ વખતે આરબીઆઈ પણ વધુ ચૂકવણી કરી શકે તેવી શક્્યતા નથી તો બીજી તરફ આરબીઆઈ જેટલી પણ ચૂકવણી કરશે તેનાથી સરકારી ખજાનાને થયેલ ખોટ ભરપાઈ શકશે નહીં. ગતવર્ષે આરબીઆઈના બોર્ડે રેકોર્ડ બ્રેક ૧.૭૬ લાખ કરોડની સરકારને ચૂકવણી કરી હતી જેમાં રૂા.૧.૨૩ લાખ કરોડ ડિવિડન્ડ અને ૫૨૬.૪ અબજ સરપ્લસ કેપિટલ હતી. આ વખતે સરકારે રૂા.૬૦૦ અબજ ટ્રાન્સફર કરવાનું બજેટ આપ્યું છે પરંતુ લોકલ મીડિયાના અંદાજ અનુસાર ઓથોરિટી આનાથી પણ વધુની અપેક્ષા રાખી રહ્યા છે. બીજી તરફ એનાલિસ્ટો અને અર્થશાસ્ત્રીઓ રૂા.૪૦૦ અબજથી ૧ લાખ કરોડનું અનુમાન લગાવી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!