જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગળાફાંસો ખાઈ અને આપઘાત કરવાના બનાવો નોંધાયા છે જેમાં જૂનાગઢના જાેષીપરામાં વાવ ફળીયા ખાતે રહેતી અંકીતા કેશુભાઈ વાસણ (ઉ.વ. ૧૯)એ ધોર. ૧ર માં બે વખત નાપાસ થતાં, લાગી આવતાં ઘરે પંખામાં ચુંદડી નાખી લટકી જઈ આપઘાત કરી લીધો હતો. જયાએ અન્ય એક બનાવમાં હેમતભાઈ જીવાભાઈ માકડીયા (રહે. હાઈસ્કુલ રોડ વંથલી)એ પોતાના કમરના દુઃખાવાને કારણે કંટાળી ઘરે પંખા સાથે મફલરથી લટકી જઈ આપઘાત કરી લીધો હતો. આપઘાતનાં વધુ એક બનાવમાં વંથલીના ટીનમસ ગામે રહેતી કાજલ અમરાભાઈ મહિડા (ઉ.વ. રપ)એ પીટીસીમાં ગ્રેજયુએશન કરેલ હોવા છતાં નોકરી ન હળતી હોવાના કારણે ઘરે ગળા ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. આપઘાતનાં ઉપરોકત કેસોમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews