જૂનાગઢ જીલ્લામાંથી ૩૯ શખ્સો જુગાર રમતા ઝડપાયા

0

જૂનાગઢ નજીક વાડલા ગામની સીમમાં જીતેન્દ્રભાઈ મોહનભાઈ જસાણીનાં ખેતરમાં જૂનાગઢ ક્રાઈમ બ્રાંચનાં પો.કો. કરશનભાઈ જીવાભાઈ અને સ્ટાફ દ્વારા જુગાર અંગે રેડ પાડતાં ૮ શખ્સોને રોકડ રૂા. ૧,ર૪,૭ર૦, મોબાઈલ ફોન-૧૦, મોટર સાયકલ-૭ મળી કુલ રૂા. ૩,૪૦,૭ર૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.
જયારે જૂનાગઢનાં વાંઝાવાડમાં અયોધ્યા એપાર્ટમેન્ટ-રનાં ત્રીજા માળે એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ જે.એચ. કછોટ અને સ્ટાફે જુગાર અંગે રેડ કરતાં ૭ શખ્સોને રોકડ રકમ રૂા. ૬૪રપ૦ સાથે ઝડપી લીધેલ છે.
આ ઉપરાંત જૂનાગઢનાં અશોકનગર ચંદન પાર્ક સોસાયટી ખાતે સી ડીવીઝનનાં પો.કો. ચેતનસિંહ જગુભાઈ અને સ્ટાફ દ્વારા જુગાર અંગે રેડ કરતાં ચાર શખ્સોને રોકડ રૂા. ૩૮પ૦ સાથે ઝડપી લીધેલ છે. જયારે એક શખ્સ નાસી જતાં તેને ઝડપવા પોલીસે ચક્રો ગતીમાન કરેલ છે.
જયારે ભવનાથ પોલીસ સ્ટેશનનાં પો.હે.કો. રાજેશકુમાર અનંતરાયે નવા ભવનાથ ખાતે ભરત નાજાભાઈ ભીલનાં મકાનમાં જુગાર અંગે રેડ પાડતાં ૪ શખ્સોને રોકડ રૂા. ર૬૩૭૦ સહીત કુલ રૂા. ર૯૩૭૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.
કેશોદ
કેશોદ તાલુકાનાં શેરગઢ ગામની સીમમાં કેશોદનાં પો.હે.કો. એસ.યુ. દલ અને સ્ટાફ દ્વારા જુગાર અંગે રેડ પાડતાં ૪ શખ્સોને રોકડ રૂા. પ૦પ૦ સાથે ઝડપી લીધેલ છે.
માણાવદર
માણાવદર તાલુકાનાં પીપલાણા ગામે માણાવદરનાં પો.કો. કિરણભાઈ અરજણભાઈ અને સ્ટાફ દ્વારા જુગાર અંગે રેડ પાડતાં ૬ શખ્સોને રોકડ રૂા. ૧ર૦૬૦ સાથે ઝડપી લીધેલ છે.
શીલ
શીલ પોલીસ સ્ટેશનનાં પો.હે.કો. કરશનભાઈ ભીમાભાઈ અને સ્ટાફ દ્વારા કંટાળી ફાટકથી ખરેડા તરફ જતા રસ્તા ઉપર જુગાર અંગે રેડ પાડી ૩ શખ્સોને રોકડ રૂા. ૧૭૮૬૦ સાથે ઝડપી લીધેલ છે. જયારે ત્રણ શખ્સો નાસી જતાં તેને ઝડપવા પોલીસે ચક્રો ગતીમાન કરેલ છે.
માળીયા હાટીના
માળીયા હાટીનાનાં પાણીધ્રા ગામે માળીયા હાટીનાનાં પો.કો. સંજયભાઈ મનહરભાઈ અને સ્ટાફ દ્વારા જુગાર અંગે રેડ પાડતાં ૭ શખ્સોને રોકડ રૂા. ૧રર૧૦નાં સાથે ઝડપી લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!