જૂનાગઢ શહેરમાં પોલીસે એક હોમગાર્ડ જવાનના એકટીવા ચાલકને ડીટેઈન કરી પોલીસ સ્ટેશને લઈ જતાં નશામાં ગાળાગાળી કરી અને બાદમાં શરીરે કેરોસીન છાંટી લેતાં ફરજમાં રૂકાવટનો પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પોલીમાંથી મળતી વિગત મુજબ જૂનાગઢ ‘એ’ ડિવીઝન પોલીસનું પીસીઆર વાહન પેટ્રોલીંગ હતું તે દરમ્યાન એક બાઈક પેટ્રોલીંગ વખતે એક બાઈક પોલીસ સ્ટેશને લાવવામાં આવી હતી. થોડવારમાં તેના ચાલકો આવી જતાં ત્રિપલ સવારી માટે રૂા. ૧૦૦ નો દંડ ફટકાર્યો હતો. તે ગાડી હોમગાર્ડમાં ફરજ બજાવતા કીરીટભાઈ છગનભાઈ જાેટંગીયાની હોઈ તેમણે ગાડી છોડી દેવા ફોન કર્યા હતા. પરંતુ પોલીસે તેની સામે કાર્યવાહી કરતાં તેણે નશાની હાલતમાં ગાળાગાળી કરી અને હું મરી જઈશ, તમારૂં નામ લખતો જઈશ તેમ કહી ત્યાંથી નીકળી ગયા હતા. બાદમાં પોલીસ તેને શોધવા નીકળી હતી. તેની શોધખોળ દરમ્યાન તે માલીવાડા રોડ ઉપર કેરોસીનના કેન સાથે મળી આવ્યા હતા અને શરીર ઉપર કેરોસીન છાંટેલ હતું તેમજ નશાની હાલતમાં હતા. તેથી તેને પોલીસ મથકે લાવી તેના કેરોસીનવાળા કપડાં બદલી અને તેની સામે ફરજમાં રૂકાવટની ફરિયાદનો ગુનો દાખલ કરી આ બનાવની તપાસ પીએસઆઈ ઉંજીયા ચલાવી રહેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews