રાજકોટમાં આંખનાં મોતીયાનાં ઓપરેશનમાં રૂા.૩ર હજાર તેમજ દાવા ખર્ચ અને વ્યાજ સહિતની રકમ ચુકવવા વિમાકંપની અને ગ્રાહક અદાલત દ્વારા આદેશ જારી કરવામાં આવેલ છે. આ બનાવની જાણવા મળતી વિગત અનુસાર રૂપલબેન જીગ્નેશભાઈ સખીયા, રે. રાજકોટ વાળાએ ઘી યુનિવર્સલ સોમ્પો જનરલ ઈન્સ્યોરન્સ કંપની લી. પાસેથી બિમારીની સારવારની વિમા પોલીસી રૂા.૩ લાખ સુધીનો ડોકટરી સારવારનો વિમો મળવા ખરીદ કરેલ હતી. વિમા પોલીસી ચાલું હોવાનાં સમય દરમ્યાન રૂપલબેનને રાજકોટમાં આંખની સારવાર ડોકટર વસંત સાપોવડીયાને ત્યાં લીધી હતી અને બન્ને આંખોનાં મોતીયાનાં ઓપરેશનો કરાવેલ હતા. વિમા કંપની પાસે માંગવામાં આવેલ રકમમાંથી વિમા કંપની દ્વારા રૂા.૩ર હજાર કોઈ પણ જાતનાં કારણો આપ્યા વગર કાપી નાંખેલ હતા.
રમાબેન માવાણીની સંસ્થા દ્વારા ગ્રાહકનાં હિતમાં રૂા.૩ર હજાર મળવાની માંગણી સાથેનો દાવો રાજકોટનાં જીલ્લા(એડીશ્નલ) ગ્રાહક તકરાર કમિશન સમક્ષ કરવામાં આવેલ હતો. ન્યાયમૂર્તિ એમ.વી.ગોહિલ તથા સદસ્ય સભ્ય એ.પી.જાેષી સમક્ષ આ દાવો ચાલી જતા પક્ષકારો, ધારાશાસ્ત્રીઓને સાંભળી, રજુ થયેલ આધાર-પુરાવાઓને ધ્યાનમાં લઈને અરજદારોનો દાવો મંજુર કરવામાં આવેલ હતો. વિમા કંપનીએ અરજદારોને રૂા.૩ર હજાર સારવાર ખર્ચનાં રૂા.પ૦૦ માનસીક ત્રાસ અનેે પરિતાપનાં વળતર પેટે રૂા.પ૦૦ દાવા ખર્ચનાં દાવો થયાની તારીખથી ૭ ટકા ચડત વ્યાજ સાથે હુકમની તારીખથી ધારાશાસ્ત્રીઓ રમાબેન માવાણી, રામજીભાઈ માવાણી અને મનોજભાઈ કોટડીયા વિગેરેએ સુપ્રિમકોર્ટ, હાઈકોર્ટ વિગેરેમાં અપાયેલ જજમેન્ટો નામદાર અદાલત સમક્ષ રજુ કરેલ હતા. વકીલોની રજુઆતને માન્ય રાખી નામદાર ગ્રાહક અદાલત દ્વારા રૂા.૩ર હજાર દાવા ખર્ચ વ્યાજ સાથે ચુકવવા વિમા કંપનીને આદેશ કરાયો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews