ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સૌરાષ્ટ્રમાં રોડ માર્ગે પ્રવાસે આવવાની ગણતરીની કલાકો બાકી છે ત્યારે કેશોદ શહેર-તાલુકા ભાજપમાં રાજકીય ખળભળાટ મચ્યો છે. ગત ધારાસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી ત્યારે સમગ્ર જિલ્લામાં એક માત્ર કેશોદ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર થયા હતાં. કેશોદના ધારાસભ્યની ટીકીટ મેળવવા શરૂ થયેલાં કાવાદાવા વચ્ચે બે જુથ પડી ગયેલા છે ત્યારે ચૂંટાયેલા ધારાસભ્યનાં નજીકના હોદ્દેદારો કચેરીઓમાં રૂઆબથી કામ કરવાતા હોય છે તેનાથી સિધ્ધાંતોને વરેલા કાર્યકરો આગેવાનો નારાજ છે. કેશોદ નગરપાલિકા અને તાલુકા પંચાયત ભાજપના કબજામાં છે પરંતુ આંતરિક જુથવાદને કારણે વિવાદો સર્જાતાં રહે છે. નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સૌરાષ્ટ્રમાં સંગઠનની વિગતો મેળવવા માટે આવી રહ્યાં છે ત્યારે કેશોદ શહેર-તાલુકાનાં સંગઠનમાં પદ મેળવવા માટે કૌભાંડીયા, લાંચીયા, વ્યસની જુથવાદ કરીને મજબૂત દાવેદારી કરી રહ્યાં છે ત્યારે આવાં વ્યકિતઓને સંગઠનની જવાબદારી સોંપવામાં આવશે તો આવનારાં દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નુકશાની વેઠવી પડશે એવો વસવસો કાર્યકરો કાઢી રહ્યાં છે. કેશોદ શહેર-તાલુકા ભાજપમાં જુથ પોતપોતાના ગોડફાધરની સુચનાઓ મુજબ રાજનીતિ કરી રહ્યા છે ત્યારે સંગઠનની નિમણુંકોમાં પોતાનું પલડું ભારે રાખવા મરણિયા પ્રયાસો કરવા લાગ્યા છે. કેશોદના બે આગેવાનો જીલ્લા ભાજપના પ્રમુખ પદ માટે મજબુત દાવેદારી નોંધાવી છે ત્યારે બન્ને જુથના આગેવાનો ટેકેદારોને સાચવવાના થાય છે ત્યારે પ્રદેશ કક્ષાએ થિગડા મારવામાં આવે છે કે પક્ષની વિચારધારા મુજબ શિસ્ત અને અંનુશાશનનું પાલન કરવામાં આવશે એ આવનારાં દિવસોમાં ખબર પડશે. રાજકીય વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ જુથવાદને નબળો કરવા માટે કદાવર નેતાઓને બોર્ડ નિગમમાં સમાવેશ કરવામાં આવશે અને જ્ઞાતિવાદનાં સમીકરણો જાળવી રાખવા માટે સ્વચ્છ પ્રતિભા ધરાવતાં નામો ઉપર મહોર મારી સ્થિતિ થાળે પાડવામાં આવશે. પૂર્વ સાંસદ અને કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતાં એ તમામને ચૂંટણીમાં ઉમેદવારી કરાવવાને બદલે સંગઠનની જવાબદારી સોંપવામાં આવશે જેથી આવનારાં દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પરિણામ મેળવી શકાય એવું ચર્ચાઈ રહ્યું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews