બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ સોમવારે જાહેરાત કરી હતી કે પશ્ચિમ બંગાળ સરકાર પોલીસની કામગીરીને બિરદાવવા માટે ૧ સપ્ટેમ્બરને પોલીસ દિવસ તરીકે ઉજવશે. મમતા બેનરજીએ રાજયના સચિવાલય ખાતે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે તેઓ ઉદાહરણીય કામ કરી રહ્યા છે કોવિડ-૧૯નો સામનો કરતી વખતે તેઓ તેમના જીવને જાેખમમાં મુકે છે. આ જ સમયે તેઓ કાયદો અને વ્યવસ્થાનું પણ ધ્યાન રાખે છે. ઘણા પોલીસ કર્મીઓને વાયરસનો ચેપ પણ લાગી ચૂકયો છે. પરંતુ તેઓ અડગ છે. અમે તેમનું સન્માન કરવા માગીએ છીએ. મુખ્યમંત્રીએ કોલકાતા પોલીસ તેમજ પશ્ચિમ બંગાળ પોલીસ માટે અનેક નવા પ્રોજેકટોની પણ જાહેરાત કરી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews