જૂનાગઢ રેન્જના ડી.આઈ.જી. મનીંદર પ્રતાપસિંઘ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ઈ-ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેક્ટનો ઉપયોગ કરવા જિલ્લાના તમામ થાણા અમલદારોને ખાસ સુચનાઓ કરવામાં આવેલ છે.
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.જી.ચૌધરી પીએસઆઈ વી.આર.ચાવડા, હે.કોન્સ. સંજયભાઈ, ભાનુંભાઇ, પો.કોન્સ. રમેશભાઈ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તાજેતરમાં લોકોને લોન આપવાની લાલચ આપી કરવામાં આવેલ છેતરપિંડીના કેસમાં સંડોવાયેલા આરોપી વિરૂધ્ધ પોકેટ કોપ એપ્લિકેશન નો તપાસમાં ઉપયોગ કરવામાં આવેલ હતો.
તાજેતરમાં જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ યશ ફાઇનાન્સ કંપનીમાં મહિલાઓને એજન્ટ તરીકે રાખી, જુદા જુદા હેતુ માટે લોન આપવાની લાલચ આપી, રૂપિયા ઉઘરાવી, કરવામાં આવેલ વિશ્વાસઘાત, છેતરપીંડીના ગુન્હામાં સંડોવાયેલ આરોપી પ્રદીપ ઉર્ફે પપ્પુ વિરાભાઈ ખાવડું
(ઉ.વ. ૩૬ રહે. નોબલ સ્કૂલ પાસે, જોશીપુરા, જૂનાગઢ મૂળ રહે. સાસણ રોડ, મેંદરડા જી. જૂનાગઢ) ની પૂછપરછમાં પોતે ભૂતકાળમાં મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશનના એક ગુન્હામાં પકડાયેલા હોવાનું કબુલ કરેલ હતું. પરંતુ, એ ડિવિઝન ખાતે પકડાયેલ આરોપી બાબતે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.જી.ચૌધરી અને પોલીસ સ્ટાફની ટીમ દ્વારા આરોપી પ્રદીપ ઉર્ફે પપ્પુ વિરાભાઈ ખાવડું અંગે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, આ ગુન્હામાં પકડાયેલ આરોપી આરોપી પ્રદીપ ઉર્ફે પપ્પુ વિરાભાઈ ખાવડું ૨૦૧૪ ની સાલમાં રાજકોટ રૂરલના જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં કેફી પીણું પી વાહન ચલાવવાના કેસમાં, ૨૦૧૬ ની સાલમાં મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશનના બે કેસમાં, તાજેતરમાં ૨૦૨૦ ની સાલમાં જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક કેફી પીણું પી ને વાહન ચલાવવાના કેસમાં સહિત કુલ ૦૪ ગુન્હાઓમાં પકડાયેલ આંતર જિલ્લા આરોપી હોવાની વિગતો, પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા જાણવા મળેલ હતી. છેતરપીંડીના ગુન્હામાં પકડાયેલ આરોપી આરોપી પ્રદીપ ઉર્ફે પપ્પુ વિરાભાઈ ખાવડું પોતાના ભૂતકાળમાં કરવામાં આવેલ ગુન્હાઓ છુપાવવા માંગતો હતો, પરંતુ પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા સર્ચ કરવામાં આવતા, પોકેટ કોપ એપ્લિકેશન એ આરોપીની પોલ ખોલી નાખતા આરોપી ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયેલ હતો. પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ જાણવા મળતા, આરોપીએ પોતે ભૂતકાળમાં ઉપરોક્ત ગુન્હાઓ આચારેલ હોવાની કબૂલાત કરવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews