તાજેતરમાં ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા દ્વારા ગુમ થયેલ બાળકો તથા સગીર વયની યુવતીઓને શોધી કાઢવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોઈ જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંઘ પવાર તથા જૂનાગઢ જિલ્લા પાલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને ગુમ તથા અપહરણ થયેલ બાળકો અને સગીર વયની યુવતીઓને શોધી કાઢવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે.
જુનાગઢ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના કામદાર સોસાયટી, ચુનાની ભઠ્ઠી ખાતેથી તા. ૧૧-૦૭-૨૦૨૦ ના રોજ બપોરના સમયે ફરિયાદીની સગીર વયની દીકરીને આરોપી સુરેશભાઈ ભગવાનભાઈ પરમાર (રહે. જૂનાગઢ વાળો) લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી લઇ ગયેલ હતો. આ બાબતે ફરિયાદી દ્વારા જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી.
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.જી. ચૌધરી, હે.કોન્સ. માલદેભાઇ, વિક્રમસિંહ, અનકભાઈ, વીકાસભાઇ, મોહસીનભાઇ, મહિલા પો.કોન્સ. અસ્મીતાબેન, સહિતના સ્ટાફની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવેલ હતી. પોલીસ તપાસ દરમ્યાન આરોપીના સગા સંબંધી મિત્રોની પૂછપરછ દરમ્યાન તેમજ ડીવાયએસપી કચેરીના ટેક્નિકલ સેલના હે.કોન્સ. કમલેશભાઈ દ્વારા ટેક્નિકલ સોર્સથી એ ડિવિઝન પોલીસને બાતમી મળેલ કે, સુરેશભાઈ ભગવાનભાઈ પરમાર અને ભોગ બનનાર સગીરા હાલમાં વંથલી તાલુકાના ટીનમસ ગામમાં જ રહે છે, જે મળેલ બાતમી આધારે એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા આરોપી સુરેશભાઈ ભગવાનભાઈ પરમાર (જાતે રજપૂત ઉ.વ. ૨૪ રહે. કામદાર સોસાયટી, ચૂનાની ભઠ્ઠી, જૂનાગઢ) તથા ભોગ બનનાર સગીરાને શોધી કાઢી, આરોપીને પકડી પાડી, આરોપી સુરેશભાઈ ભગવાનભાઈ પરમારની ધરપકડ કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી સુરેશભાઈ ભગવાનભાઈ પરમાર છેલ્લા એક માસથી અપહરણના ગુન્હામાં વોન્ટેડ હતો, જેની ધરપકડ કરી, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.જી.ચૌધરી, અને.સ્ટાફ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવતા, *પકડાયેલ આરોપી સુરેશભાઈ ભગવાનભાઈ પરમાર તથા ભોગ બનનારને પ્રેમ સંબંધ હોઈ આરોપી અને ભોગ બનનાર સગીરા એકબીજા વગર રહી શકે તેમ ના હોઈ, બંને નાસી ગયેલ હોવાની કબૂલાત કરવામાં આવેલ હતી. પકડાયેલા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી, મેડિકલ તપાસણી કરી, આગળની તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. આર.જી. ચૌધરી તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews