વિસાવદર તાલુકાનાં આધેડ તણાઈ જતા થયેલ મૃત્યું

0

વિસાવદરમાં ગઇકાલે ભારે વરસાદનાં લીધે નદી નાળાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે લીમદ્રા ગામનાં આધેડ તણાઈ ગયા હતા અને સતત શોધખોળ કરવામાં આવી હતી અને ૧૩ કલાક બાદ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે મળતી વિગત અનુસાર વિસાવદરના લીમધ્રા ગામનો આધેડ બંદૂક કયા નદીના વહેણમાં તણાઈ જતાં ગ્રામજનો અને જૂનાગઢ ફાયર વિભાગ દ્વારા તણાયેલા આધેડ ભુપતભાઈ ગીગાભાઈ સોલંકીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારે મંગળવારની વહેલી સવારે ભુપત ભાઈ ગીગાભાઈ સોલંકીની લાશ લીલીયા ગામના પુલ પાસેથી મળી હતી. ગ્રામજનો દ્વારા લાશને પૂલની બહાર કાઢવામાં આવી અને આગળની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!