જૂનાગઢ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ છેલ્લા આઠ દિવસથી અવિરત વર્ષા વરસાવી રહેલ છે. સમગ્ર જિલ્લામાં કયાંક ધીમા તો કયાંક ભારે ઝાપટા વરસ્યા હતાં. જૂનાગઢ શહેર અને જિલ્લામાં પાંચ મીમી થી લઈને અડધા ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. જૂનાગઢ શહેરમાં ઝાપટાં સાથે અડધો ઈંચ વરસાદ વરસી ગયો હતો. જન્માષ્ટમીના તહેવારોમાં મેઘરાજા મન મુકીને વરસતાં નદી, નાળ, ડેમો, ચેકડેમો પણ છલકાઈ ગયા હતા અને સર્વત્ર આનંદની લાગણી ફરી વળી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગઈકાલે જૂનાગઢ શહેરમાંર્ર૧ મીમી, જૂનાગઢ ગ્રામ્યમાં ર૧ મીમી, કેશોદ ૩૪, ભેસાણ -પ, મેંદરડા ૩૮, માંગરોળ-પર મીમી, માણાવદર ૧૯, માળીયા હાટીના ૪૧, વંથલી ૩૪ અને વિસાવદરમાં ૭૦ મીમી વરસાદ વરસ્યો હતો.
જયારે આજે સવારે ૬ થી ૮ કલાક દરમ્યાન માંગરોળમાં પોણો ઈંચ અને માળીયા હાટીનામાં એક ઈંચ વરસાદ નોંધાયો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews