જૂનાગઢ શહેરને નજીકના દિવસોમાં સૌથી રમણીય સ્થાન એવા વિલીંગ્ડન ડેમ, નરસિંહ મહેતા સરોવરનું નજરાણું ઉપરાંત આધુનિક સ્વીમીંગ પુલની ભેટ આપવાનો નિર્ધાર જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધીરૂભાઈ ગોહેલ તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જૂનાગઢ શહેરના બિસ્માર રસ્તાઓ કે જે ચોમાસાના દિવસોમાં લોકોને અનેક યાતનાઓ આપી રહ્યા છે ત્યારે ચોમાસુ પુરૂ થતા જ તમામ માર્ગોને પેવરથી મઢી આપવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હોવાનું મેયર ધીરૂભાઈ ગોહેલે જણાવ્યું હતું.
ગઈકાલે શ્રાવણ માસનો અંતિમ સોમવાર હોય અને બરાબર આ ટાંકણે જ જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધીરૂભાઈ ગોહેલ તેમજ શાસક પક્ષના નેતા નટુભાઈ પટોળીયા જૂનાગઢ લોકપ્રિય અખબાર એવા સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. આ તકે
સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકના તંત્રી કાર્તીકભાઈ ઉપાધ્યાય તથા સૌરાષ્ટ્ર ભૂમિ સોશ્યલ મીડીયા આવૃતિના તંત્રી અભિજીત ઉપાધ્યાય તથા સૌરાષ્ટ્ર ભૂમિ પરીવાર દ્વારા તેઓનું ઉમળકાથી સ્વાગત અને આવકાર આપવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર ભૂમિ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત દરમ્યાન મેયરશ્રી તથા શાસક પક્ષના નેતા નટુભાઈ પટોળીયા દ્વારા જૂનાગઢ શહેરના પ્રાણ પ્રશ્નો, વિકાસ કામોની ચર્ચા કરવામાં આવી હતી. તંત્રીશ્રી કાર્તિકભાઈ ઉપાધ્યાયે જૂનાગઢ શહેરની જનતા હાલ જે પાયાની સુવિધાથી ત્રસ્ત છે તે બાબતે ચર્ચાઓ કરી હતી અને લોકોની આ સમસ્યાઓ વહેલી તકે હલ થાય તે માટેની કામગીરી કરવા અનુરોધ કરાયો હતો. સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક કાર્યાલયની શુભેચ્છા મુલાકાલતે આવેલા મેયર ધીરૂભાઈ ગોહેલે જૂનાગઢની જનતા માટે કેટલાક આનંદ દાયક સમાચારો આપ્યા હતા જેમાં તેઓએ જણાવ્યું હતું કે, જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવર કે જેનો અગાઉના વર્ષોમાં વિકાસ કામ માટે રૂા.૬૬ કરોડના કામો નક્કી કરવામાં આવ્યા હતા. વર્ક ઓર્ડર, કોન્ટ્રાક સહીતની કામગીરી થઈ હતી પરંતુ કોઈપણ કારણસર આ કામ અટકી ગયું હતું. દરમ્યાન આગામી દિવસોમાં જૂનાગઢ શહેરના રમણીય સ્થાન એવા નરસિંહ મહેતા સરોવરને જામનગરના લાખોટા તળાવ જેવું બનાવવાની નેમ વ્યકત કરી હતી. રૂા.ર૦ કરોડના ખર્ચે આગામી દિવસોમાં જ નરસિંહ મહેતા સરોવર નવા રૂપરંગ ધારણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત શામળદાસ ગાંધી ટાઉન હોલના પાછળના ભાગમાં આવેલા સ્વીવીંગ પુલને પણ આગામી દિવસોમાં નવા રૂપરંગ સાથે પ્રજાને અર્પણ કરવામાં આવશે અને તેના માટે રૂા.૩ કરોડ જેવી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરની પીવાનું પાણી પુરૂ પાડતા એવી વિલીંગ્ડન ડેમ જયા અગાઉના વર્ષોમાં સુંદર બાગ બગીચો હતો અને આ સ્થળની શોભા અનેરી હતી. સહેલાણીઓ માટે વિલીંગ્ડન ડેમ કાયમને માટે આકર્ષણ રૂપ બનેલ છે. ચોમાસના દિવસમાં આ ડેમમાં જયારે ભરપૂર પાણીનો પ્રવાહ આવે છે ત્યારે દુર દુરથી લોકો વિલીગ્ડન ડેમની મુલાકાતે આવે છે અને પરીવારજનો સાથે પીકનીક મનાવવામાં આવતી હોય છે. આ વર્ષે કોરોનાની મહામારીને કારણે સહેલાણીઓની અવર જવર ઓછી રહી છે અને પ્રતીબંધ પણ ચાલી રહ્યો છે. આગામી દિવસોમાં વિલીંગ્ડન ડેમ ખાતે બાગ બગીચા અને નયનરમ્ય દ્રશ્ય ઉભી કરવામાં આવશે. આ ઉપરાંત ચોમાસુ પુરૂ થવાની સાથે જ જૂનાગઢ શહેરના મુખ્ય તમામ માર્ગોને પેવરથી મઢી દેવાની નેમ મેયર ધીરૂભાઈ ગોહેલે વ્યકત કરી હતી. જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધીરૂભાઈ ગોહેલ, કમિશ્નર તુષાર સુમેરા, ડેપ્યુટી મેયર હિમાશુ પંડયા, સ્ટેડીંગ કમિટીના ચેરમને રાકેશભાઈ ધુલેશીયા, શાસક પક્ષના નેતા નટુભાઈ પટોળીયા, દંડક ધરમણભાઈ ડાંગર તેમજ શાસક પક્ષના સિનીયર કોર્પોરેટર શશીકાંતભાઈ ભીમાણી, ગીરીશભાઈ કોટેચા, બાલાભાઈ રાડા, પુનીતભાઈ શર્મા, હરેશભાઈ પરસાણા, મહેન્દ્રભાઈ મશરૂ, સંજયભાઈ કોરડીયા, કીરીટભાઈ ભીંભા, શિલ્પાબેન જાેષી, આદ્યશકિતબેન મજમુદાર અને શાસક પક્ષની ટીમ દ્વારા આ કાર્યો વહેલી તકે પૂર્ણ થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોવાનું ધીરૂભાઈ ગોહેલે જણાવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews