જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાનાં વધુ ર૧ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનું સંક્રમણ યથાવત રહેલ હોય તેમ નવા કેસ નોંધાઈ રહેલ છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે વધુ ર૧ કેસ નોંધાયા છે જેમાં જૂનાગઢ શહેર ૧૧, જૂનાગઢ ગ્રામ્ય ૧, માળીયા ૧, માણાવદર ૧, મેંદરડા ૧ અને માંગરોળમાં ૩ કેસ કોરોનાનાં નોંધાયા છે. ગઈકાલે નોંધાયેલા કોરોનાના કેસ પૈકી કુલ ર૪ દર્દીઓની તબિયત સુધરતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે.
જૂનાગઢ શહેર અને જિલ્લામાં કન્ટેઈનમેન્ટ ઝોન ર૭૭ જાહેર કરાયા છે જેનાં ર૪૪૭ ઘરોમાં ૯૦૯ર લોકો વસવાટ કરી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!