ઉનાનાં ધ્રાબાવડ ગામનાં રર વર્ષ પહેલાનાં કેસમાં પાંચ આરોપીને ૩ વર્ષની કેદ

0

ઉના તાલુકાનાં ધ્રાબાવાડ ગામે રર વર્ષ પહેલા તા. ૮-૬-૧૯૯૮નાં રોજ ધ્રાબાવડ ગામની સીમમાં ઉકાભાઈ રવજીભાઈનું ખેતર તથા પટેલ અમુભાઈ માધાનું ખેતર એક શેઢે આવેલ હોય અમુભાઈ તથા ભાઈઓએ પથ્થર નાંખી પાળો બનાવેલ હોય તે ઉકાભાઈ રવજીભાઈએ હટાવી લેવાનું કહેતાં આરોપીઓએ રસ્તો ખુલ્લો કરવાની ના પાડી પટેલ અમુભાઈ માધા, પટેલ બાલુભાઈ માધા, પટેલ નાનુભાઈ માધા, ગોવાળ રણશી અમરાભાઈ, રબારી ઉકાભાઈ રામભાઈ, પટેલ દિનેશ અમુભાઈ અને પટેલ મનસુખ ડાયાભાઈએ એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચી લાકડી વડે હુમલો કરતાં ગંભીર ઈજા કર્યાનાં ગુનામાં પટેલ અમુ માધા, પટેલ બાલુ માધા, પટેલ નાનુ માધા, ઉકાભાઈ રામભાઈ, પટેલ મનસુખ ડાયાભાઈને ૩ વર્ષની સખ્ત કેદની સજા તથા દરેકને રૂા. ૮ હજારનાં દંડની સજા ગીરગઢડાની કોર્ટનાં જજશ્રી દવે દ્વારા ફરમાવવામાં આવી છે. જયારે એક આરોપી દિનેશ અમુભાઈ (ઉ.વ. ૧૮)ને નિર્દોષ છોડવામાં આવેલ છે. અને એક આરોપી ગોવાળ રણશી અમરા મૃત્યું પામેલ છે. આ ચુકાદો ઝુમ કલાઉડ એપ્લીકેશન દ્વારા આપવામાં આવ્યો હોવાનું જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!