સોરઠમાં પુરબહારમાં જુગારની મૌસમ ખીલી પોલીસનાં ઠેર ઠેર જુગાર દરોડા

0

જૂનાગઢ અને સોરઠ પંથકમાં પોલીસ દ્વારા ઠેર-ઠેર દરોડાની કાર્યવાહી કરી અને જુગારીઓને ઝડપી લઈ અને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવે છે. સોરઠ પંથકમાં જુગારની મૌસમ પુરબહારમાં ખુલ્લી હોય તેમ લાગે છે. દરમ્યાન એલસીબી પોલીસે વંથલી તાલુકાના વાડલા ગામની કોબુ સીમમાં જુગાર દરોડો પાડી અને
રૂા. ૩,૪૦,૭ર૦ ના મુદ્દામાલ સાથે ૮ શખ્સોને ઝડપી લઈ તેના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીંદરસિંઘ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચના ઈન્ચાર્જ પીઆઈ આર.કે. ગોહીલ તથા પીએસઆઈ ડી.જી. બડવા અને સ્ટાફ દ્વારા ગેરકાનુની પ્રવૃત્તિ સામે કડક પગલાં લેવામાં આવી રહયા છે. આ દરમ્યાન ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ કરશનભાઈ કરમટા તથા ડાયાભાઈ કરમટાને મળેલી બાતમીના આધારે વંથલી તાબેના વાડલા ગામની કોબુ સીમ તરીકે ઓળખાતી અને કાળવાના વોકળાના કાંઠે ટીંબાવાડી બસ સ્ટેશનની પાછળ રહેતા જીતેન્દ્રભાઈ મોહનભાઈ પટેલના કબ્જા ભોગવટાના ખેતરમાં આવેલ ઢાળીયામાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડવામાં આવતો હોવાની બાતમીને આધારે પોલીસે રેડ કરતાં સ્ત્રી-પુરૂષ સહિત જીતેન્દ્રભાઈ મોહનભાઈ જસાણી પટેલ, સંજયભાઈ લક્ષ્મીદાસ જસાણી પટેલ, મહેન્દ્રભાઈ લક્ષ્મીદાસ જસાણી પટેલ, અમૃતભાઈ ઉર્ફે અમુભાઈ ધરમશીભાઈ ગરધરીયા પટેલ, ભાર્ગવ અરવિંદભાઈ જાેષી, અજયભાઈ રસીકલાલ મકવાણા, હિતેષ ત્રિકમભાઈ લાડવા અને અરવિંદભાઈ કરશનભાઈ ગોર પટેલને રોકડા રૂા. ૧,ર૩,૮ર૦ નાલના
રૂા. ૯૦૦, મોબાઈલ ફોન નંગ ૧૦ કિંમત રૂા. ૪૧,૦૦૦ તથા મોટરસાયકલ નંગ ૭ કિંમત રૂા. ૧,૭પ,૦૦૦ મળી કુલ રૂા.૩,૪૦,૭ર૦ મુદ્દામાલ સાથે ઝડપી લઈ જુગારધારા અંતર્ગત સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે. આ કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચના ઈન્ચાર્જ પીઆઈ આર.કે. ગોહીલ, પીએસઆઈ ડી.જી. બડવા, પોલીસ હેડ કોન્સ. ડી.આર. નંદાણીયા, બી.કે. સોનારા, બી.બી. ઓડેદરા, જીતેશ એચ. મારૂ, નિકુલ એમ. પટેલ, પોલીસ કોન્સ. દિવ્યેશકુમાર ડાભી, ભરતભાઈ સોલંકી, કરશન કરમટા, ડાયાભાઈ કરમટા, યશપાલસિંહ જાડેજા, દિનેશભાઈ કરંગીયા વગેરે જાેડાયા હતા.
વિસાવદર
વિસાવદર તાલુકાનાં બરડીયા ગામે વિસાવદરનાં પો.હે.કો. એન.ડી. સોલા અને સ્ટાફે જુગાર અંગે રેડ પાડતાં પાંચ શખ્સોને રોકડ
રૂા. ૧૧ર૭૦ સાથે ઝડપી લીધેલ છે.
જયારે વિસાવદર તાલુકાનાં કાલસારી ગામે વિસાવદરનાં પો.કો. હેમંતભાઈ ઉકાભાઈ તથા સ્ટાફે જુગાર અંગે રેડ પાડતાં ૬ શખ્સોને રોકડ રૂા. ૪૮૬૦ સાથે ઝડપી લીધેલ છે.
ભેંસાણ
ભેંસાણ તાલુકાનાં ખારચીયા ગામે ભેંસાણનાં પો.કો. બળવંતસિંહ નાથાભાઈ તથા સ્ટાફે જુગાર અંગે રેડ પાડતાં ૭ શખ્સોને રોકડ રૂા. ર૩૮પ૦, મોબાઈલ-૭, મોટર સાયકલ-૧ મળી કુલ રૂા. ૬૬૮પ૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.
મેંદરડા
મેંદરડા તાલુકાનાં અમરાપુર કાઠીનાં ગામે મેંદરડાનાં પીએસઆઈ કે.એમ. મોરી અને સ્ટાફે જુગાર અંગે રેડ પાડતાં ૯ શખ્સોને રોકડ રૂા. ૩૩રપ૦, મોટર સાયકલ-૩, મોબાઈલ-૭ મળી કુલ રૂા. ૧,ર૯,૭પ૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.
જયારે મેંદરડા તાલુકાનાં ખીજડીયા ગામે પો.કો. વિક્રમભાઈ દેવભાઈ અને સ્ટાફે જુગાર અંગે રેડ પાડતાં ચાર શખ્સો અને એક મહિલાને રોકડ રૂા. ર૧૩૩૦, મોબાઈલ-પ, મોટર સાયકલ-૩ મળી કુલ રૂા. ૯પ૮૩૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.
માણાવદર
માણાવદરનાં પો.કો. વિપુલભાઈ રમેશભાઈ અને સ્ટાફે બાવાવાડીમાં જુગાર અંગે રેડ પાડતાં ૬ શખ્સો અને એક મહિલાને રોકડ રૂા. ૩પપ૦૦ સાથે ઝડપી લીધેલ છે.
બાંટવા
બાંટવા તાલુકાનાં પાદડી ગામે બાંટવાનાં પીએસઆઈ કે.કે. મારૂ અને સ્ટાફે જુગાર અંગે રેડ પાડતાં ત્રણ શખ્સોને રોકડ રૂા. ૧૭૩૩૦ સાથે ઝડપી લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!