આજે સર્વપીત્રી અમાસ એટલે કે ભાદરવી અમાસનાં આજનાં દિવસે દામોદરકુંડ ખાતે માનવ મહેરામણ દર વર્ષે ઉમટી પડતો હોય છે અને પિતૃઓનાં મોક્ષાર્થે તર્પણવિધિ સહીતનાં કાર્યક્રમો યોજાતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીનાં કારણે સાવચેતીનાં પગલા રૂપે જૂનાગઢ જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ભવનાથ વિસ્તારમાં ર૪ કલાક માટે પ્રવેશબંધી કરવામાં આવી છે. અને દામોદર કુંડ ખાતે ભાવિકોને પિતૃતર્પણ માટે ન આવવા અનુરોધ કરાયો છે. ત્યારે આજે ભાદરવી અમાસને લઈ ભવનાથનાં પ્રવેશ દ્વાર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સ્મશાન અને દામોદર કુંડ નજીક પોલીસ બંદોબસ્ત જાળવી રહી છે. અને તકેદારી સંપૂર્ણ રાખવામાં આવી રહી છે. જયારે આજનાં દિવસે દામોદર કુંડ ભાવિકો વિના સુનો અને ખાલીખમ દર્શાય છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews