જૂનાગઢ જીએમઈઆરએસ મેડીકલ કોલેજ & હોસ્પિટલ ખાતે કોરોના રિલેટેડ બ્લડ ટેસ્ટના મશીનનું ઓપનિંગ કરાયું

0

વિશ્વમાં કોરોનાની મહામારી દિવસેને દિવસે વધી રહી છે ત્યારે જૂનાગઢ જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે કોરોના રિલેટેડ બ્લડ ટેસ્ટના મશીનનું મેડિકલ કોલેજના ઇનચાર્જ ડીન સુશીલ કુમાર અને અધિક્ષક ડોક્ટર ભાવેશ બગડાના હસ્તે ઓપનિંગ કરવામાં આવ્યું હતું. આ તકે જૂનાગઢ જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના બાયોકેમેસ્ટ્રી વિભાગના એચ.ઓ.ડી અને સેન્ટ્રલ લેબોરેટરીના ઇન્ચાર્જ ડોક્ટર અમિત ત્યાગીની સીધી દેખરેખ નીચે બાયોકેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટના ડોક્ટર રૂપલ ત્યાગી, ડોક્ટર કમલેશ રબારી, ડો. રિંકુ ભાણવડિયા તથા બાયોકેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટની સંપૂર્ણ ટીમ હાજર રહી હતી. જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજ ખાતે કોરોના રિલેટેડ ટેસ્ટના મશીન એબોટ આર્કિટેક આઈ ૧૦૦૦એસ.આર અને એબોટ આર્કિટેક સી.આઈ ૪૦૦૦ ફૂલી automated ઈમયુંનો એસે અને કલીનીકલ બાયોકેમેસ્ટ્રી એનેલાઇઝર મશીનને આજ રોજ ખુલ્લું મુકવામાં આવ્યું છે. આજથી જૂનાગઢના જી.એમ.ઇ.આર.એસ હોસ્પિટલ ખાતે તદ્દન ફ્રીમાં કોરોના ટેસ્ટના રિપોર્ટ કરી દેવામાં આવશે. દોઢ કરોડના અદ્યતન મશીનમાં કોરોનાના ડી ડાઈમર, સિરમ ફેરીટીન, procalcitonin, એલ ડી એચ, ક્રીએટીન કાઇનેઝ ટોટલ જેવા મોંઘા ટેસ્ટ હવેથી જૂનાગઢની જી.એમ.ઇ.આર.એસ હોસ્પિટલમાં તદ્દન ફ્રીમાં કરી દેવામાં આવશે સાથે રૂટિન પેરામીટર અને ખાસ ટેસ્ટ જેવા કે hba1c, troponin i,vitamin d,vitamin b 12, કેન્સર પેશન્ટ માટેના ટ્યુમર માર્કર પણ આ મશીનમાં કરી આપવામાં આવશે તેમ એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!