જૂનાગઢ પંથકમાં જુગારની હેલીમાં ૧ર૦ ઝડપાયા : કડક કાર્યવાહી

જૂનાગઢ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પો.કો. જેઠાભાઈ નાથાભાઈકોડીયાતર તથા સ્ટાફે કિરીટનગર સોસાયટી નજીક જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સોને રૂા.૧પ૪૦નાં રોકડ મુદામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત એ-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં સુભાષભાઈ ધીરૂભાઈ અને સ્ટાફે ચોકકસ બાતમીનાં આધારે પાંજરાપોળ સામે, દુબડી પ્લોટ ભગવતી કૃપા નામના લાલ કલરના ડેલાવાળા મકાનમાં જુગાર અંગે દરોડો પાડતાં૧૪ શખ્સોને રૂા.૪રરર૦, મોબાઈલ નંગ ૯ મળી કુલ કિંમત રૂા.પ૦રર૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.
જયારે બી-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં હે.કો. પી.બી. હુણ અને સ્ટાફે ઓઘડનગર વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડતાં જુગાર આઠ શખ્સોને રોકડા રૂા.૧પપ૪૦ તથા મોબાઈલ -૩ મળી કુલ રૂા. ૩૦,પ૪૦ના મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.
આ ઉપરાંત જાેષીપરા આંબાવાડી શિવાનીનગર બ્લોક નં.એ-૭ ખાતે ચોકકસ બાતમીનાં આધારે જુગાર અંગે દરોડો પાડતાં પાંચ મહિલા અને એક પુરૂષને રોકડ રૂા.ર૦૪૮૦ તેમજ મોબાઈલ-૩ મળી કુલ રૂા.૩પ૪૮૦નાં મુદામાલ સાથે ઝડપી લઈ ગુનો દાખલ કરેલ છે.
દરમ્યાન જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં કે.ડી. રાઠોડ અને સ્ટાફે વાલાસીમડી ગામે જુગાર અંગે દરોડો પાડતા ૯ શખ્સોને રોકડા રૂા.૧૦ર૩૦ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આ ઉપરાંત ભેૅસાણ પોલીસ સ્ટેશનનાં પો.કો. બી.એન. પરમાર અને સ્ટાફે ભેંસાથી છોડવડી જતા કાચા રસ્તે જુગાર અંગે રેડ પાડતાં પાંચ શખ્સો રોકડ રૂા. પ૬ર૦, મોબાઈલ-૪, મોટર સાયકલ-ર મળી કુલ રૂા. ૬ર૧ર૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.
આ ઉપરાંત ભેંસાણ તાલુકાનાં બામણગઢ ગામે ભેંસાણનાં પો.કો. બી.એન. પરમાર અને સ્ટાફે જુગાર અંગે રેડ પાડતાં ૧૦ શખ્સોને રોકડ રૂા. ૪૮૩૦૦, મોબાઈલ-૧૧, મોટર સાયકલ-પ મળી કુલ રૂા. ર,૧૦,૩૦૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.
તેમજ મેંદરડા તાલુકાનાં ખડપીપળી ગામે મેંદરડાનાં પીએસઆઈ કે.એમ. મોરી અને સ્ટાફે જુગાર અંગે રેડ પાડતાં ૯ શખ્સોને રોકડ રૂા. ૩૮ર૭૦ સાથે ઝડપી લીધેલ છે.
કેશોદનાં પો.કો. જગદીશભાઈ હમીરભાઈ તથા સ્ટાફે જુગાર અંગે રેડ પાડતાં પાંચ શખ્સોને રોકડ રૂા. ૧૮૦૦૦ સાથે ઝડપી લીધેલ છે.
કેશોદનાં મઢડા ગામેથી કેશોદનાં પો.હે.કો. પી.એમ. બાબરીયા અને સ્ટાફે જુગાર અંગે રેડ પાડતાં ૧૦ શખ્સોને રોકડ રૂા. ૩૧૬૦૦ સાથે ઝડપી લીધેલ છે.
વંથલીનાં ઘુડવદર ગામે નકલકધામ મંદિરે વંથલીનાં પો.કો. રવીભાઈ મોહનભાઈ અને સ્ટાફે જુગાર અંગે રેડ પાડતાં ૬ શખ્સોને રોકડ રૂા. ૧૩૦ર૦ સાથે ઝડપી લીધેલ છે. તેમજ ઘુડવદર ગામે જાહેરમાં રોડ ઉપર જુગાર રમતા ૧૧ શખ્સોને રોકડ રૂા. ૯૭૪૦ સાથે ઝડપી લીધેલ છે.
વંથલી તાલુકાનાં નવાગામ ગામે સાયબર પોલીસ સ્ટેશન જૂનાગઢનાં પો.હે.કો. જેન્તીભાઈ પુંજાભાઈ અને સ્ટાફે જુગારની રેડ કરતાં ૭ શખ્સોને રોકડ રૂા. ૪૪પ૦૦, મોબાઈલ-પ, મોટર સાયકલ-૪ મળી કુલ રૂા. ૧૪૯પ૦૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.
માણાવદરનાં પો.કો. શૈલેષભાઈ લખમણભાઈ તથા સ્ટાફે જુગાર અંગે રેડ પાડતાં ૭ પુરૂષ અને એક મહીલાને જુગાર રમતા રોકડ રૂા. ર૯૦૦૦, મોબાઈલ-૪ મળી કુલ રૂા. ૩૬૩પ૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે કે.જે. ડાભી અને સ્ટાફે રાવલપરામાંથી જુગાર રમતા પાંચ શખ્સોને રોકડ રૂા. ૧૧૬૯૦ સાથે ઝડપી લીધેલ છે.
માંગરોળનાં ઢેલાણા નવા પ્લોટ ખાતે પો.કો. રાહુલગીરી રમેશગીરી અને સ્ટાફે જુગાર અંગે રેડ પાડતાં ૧૦ શખ્સોને રોકડ રૂા. ર૧૬૦ સાથે ઝડપી લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!