ગુજરાત રાજયમાં દિકરીઓનાં જન્મદરને સુધારવા અને શિક્ષણમાં વધારો કરવા માટે સરકાર કટીબધ્ધશીલ અને આજ પ્રતીબધ્ધતાને સાર્થક કરવા માટે વધુ પ્રયત્નોની જરૂરીયાત હોય રાજય સરકાર દ્વારા વર્ષ ર૦૧૯-ર૦નાં બજેટમાં વ્હાલી દિકરી યોજના મંજુર કરવામાં આવી છે. આ યોજના દિકરીઓનાં જન્મ વધાવવા તેમજ તેનાં શિક્ષણને સુનિશ્ચિત કરવાનાં રાજય વ્યાપી અભીયાનરૂપે શરૂ કરવામાં આવી છે. વ્હાલી દિકરી યોજના અર્તગત દિકરીનાં જન્મને પ્રોત્સાહન આપવા, સ્ત્રીભૃણ હત્યા અટકાવવા, સ્ત્રી શિક્ષણને ઉતેજન આપવા અને સમાજમાં સ્ત્રીઓનાં સ્થાનને વધુ મજબુત બનાવવા વ્હાલી દિકરી યોજનાનો અમલ ઠરાવ કરવામાં આવ્યો છે. જેમાં તા.ર ઓગષ્ટ ર૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દિકરીઓને આ યોજનાનો લાભ મળશે. દંપતિને વધુમાં વધુ બે દિકરોઓને યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે. દંપતિની પ્રથમ અને દ્વિતિય દિકરી બંનેને લાભ મળશે પરંતુ દ્વિતિય દિકરી પછી દંપતિએ સંતતી નિયમનું ઓપરેશન કરાવેલું હોવું જાેઈએ. જાેડીયા દિકરી બાદ વધુ એક દિકરી જન્મે તો તેમને પણ વ્હાલી દિકરી યોજનનો લાભ મળશે. દિકરીનાં જન્મ સમયે માતાની ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધુ હોવી જાેઈએ તેમજ વ્હાલી દિકરી યોજના અંર્તગત લાભ મેળવવા માંગતા દંપતિની સંયુકત વર્ષિક આવક મર્યાદા ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે રૂા.ર,૦૦,૦૦૦ તેથી ઓછી રહેશે. આવક મર્યાદાની પાત્રતા લાભાર્થીનાં જન્મનાં તરતજ આગળનાં ૩૧મી માર્ચનાં રોજ પૂર્ણ થતા વર્ષનાં સંદર્ભમાં લક્ષમાં લેવાની રહેશે. વ્હાલી દિકરી યોજનામાં પ્રથમ હપ્તો દિકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂા.૪ હજાર મળશે. બીજાે હપ્તો ૯માં ધોરણમાં પ્રવેશ વખતે રૂા.૬ હજારની સહાય મળશે તેમજ છેલ્લો હપ્તો ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ, લગ્ન સહાય તરીકે કુલ રૂા.૧,૦૦,૦૦૦ની સહાય મળશે. વ્હાલી દિકરી યોજનાનું ફોર્મ આગણવાડી કેન્દ્ર, સીડીપીઓ કચેરી, ગ્રામપંચાયત, મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા વિના મૂલ્યે મળશે. આ યોજના અંતર્ગત સહાય મંજુર કરવા માટેનાં જીલ્લા અધિકારી જે તે જીલ્લાનાં મહિલા અને બાળ અધિકારી વર્ગીકૃત ગણાશે. તા.ર-૮-ર૦૧૯ બાદ જન્મેલ દિકરીઓનાં કુટુંબીજનો દ્વારા દિકરી જન્મનાં એક વર્ષની સમય મર્યાદામાં નિયત નમુનામાં આધાર પુરાવા સહિત અરજી કરવાની રહેશે. લાભાર્થી દંપતીએ જરૂરી આધાર પુરાવા સહિત નિયત નમુનામાં અરજી ઓનલાઈન કરવાની રહેશે. સદર અરજી જનસેવા કેન્દ્ર, સેવાસેતુમાં પણ આપી શકાશે. અરજી મળ્યાથી દિન ૧પમાં જે તે સ્થળની મુખ્ય સેવિકાએ ગૃહ મુલાકાત લઈ જરૂરી ચકાસણી કરી સી.ડી.પી.ઓ.ને મોકલવાની રહેશે. જે તે સી.ડી.પી.ઓએ જરૂરી ચકાસણી કરી પોતાના અભિપ્રાય સાથે મહિલા અને બાળ અધિકારીને દિન-૧પમાં મોકલી આપવાની રહેશે. મહિલા અને બાળ અધિકારીએ નિયમોનુસાર જરૂરી ચકાસણી કરી દિન-૧પમાં અરજી મંજુર-નામંજુર કરીને અરજદારને ઓનલાઈન જાણ કરવાની રહેશે. આ યોજનનાં ફોર્મ સાથે અરજદારે દિકરીનું જન્મનું પ્રમાણપત્ર, માતા-પિતાનાં આધારકાર્ડ, માતાનાં જન્મનું પ્રમાણપત્ર, માતા-પિતાની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર, કુટુંબમાંજન્મેલા અને હયાત બાળકોનાં જન્મનાં દાખલા, સંતતિ નિયમનું પ્રમાણપત્ર અને નિયત નમુનાનું સક્ષમ અધિકારી સમક્ષ કરેલ દંપતિનું સોગદનામું સાથે જાેડવાનું રહેશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews