કોરોનાની મહામારી વચ્ચે શિવની ભકિતના પવિત્ર ગણાતા એવા શ્રાવણ માસ દરમ્યાન પ્રથમ આદિ જયોર્તિલીંગ સોમનાથ મહાદેવને ૧.૮૧ લાખ ભાવિકોએ શીશ ઝુકાવ્યું છે. શ્રાવણ માસમાં સોમનાથ મંદિરે દર્શન કરવા માટે ભાવિકોએ પાસ લેવાની અમલી બનાવાયેલી સીસ્ટમ આગળ પણ ચાલુ રહેશે તેવો ર્નિણય ટ્રસ્ટે ગઈકાલે જાહેર કર્યો છે. ગત વર્ષે શ્રાવણ માસ દરમ્યાન ૨૫ લાખથી વધુ ભાવિકોએ મહાદેવને દર્શન કર્યા હતા. જેની સામે ચાલુ વર્ષે ફકત ૧.૧૮ લાખ જ ભાવિકોએ પ્રત્યક્ષ દર્શન કર્યા છે. આ અંગે સોમનાથ ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવેલ કે, શ્રાવણ માસ દરમ્યાન કોરોના મહામારીને ઘ્યાને લઇ શિવભકતો નિયત સમયમાં શાંતિથી સામાજીક અંતર જાળવીને સોમનાથ મહાદેવના દર્શન કરી શકે તે માટે ઓનલાઇન અને ઓફલાઇન પાસ સીસ્ટમ શરૂ કરવામાં આવેલ હતી. આ ઓનલાઇન અને ઓફલાઇન પાસ સીસ્ટમથી થકી શ્રાવણ માસમાં ૧,૮૧,૮૪૬ ભાવિકોએ દશર્ન કર્યા છે. રાજયના અનેક મંદિરોમાં પણ દર્શન માટે પાસ સીસ્ટમ અમલમાં છે. સોમનાથ મંદિરે પણ પવિત્ર શ્રાવણ માસના સુખદ અનુભવ અનુભવી પછી દર્શન માટે ઓનલાઇન તથા ઓફલાઇન પાસ સીસ્ટમ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવાનું નકકી કરવામાં આવેલ છે. જેથી હવે પછી કોઇપણ ભાવિક સોમનાથ મંદિરે દર્શન કરવા આવશે તેમણે ઓનલાઇન અથવા ઓફલાઇન પાસ લીધા બાદ જ પ્રવેશ કરી શકશે.
વધુમાં પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન ભાવિકોએ પ૪ જેટલી સવાલક્ષ બીલ્વપૂજા તથા ૧પ૩ ધ્વજાપૂજા, શ્રાવણમાસના ત્રીસદિવસની શૃંગારપૂજા, ૪૬ તત્કાલ મહાપૂજા પણ ભાવિકો દ્વારા કરવામાં આવેલ છે. શ્રાવણ માસ બાદ આજ તા. ર૦ ઓગષ્ટથી સોમનાથ મંદિરનો સમય સવારે છ થી રાત્રીના દસ વાગ્યા સુધીનો રહેશે. જેમાં ત્રણેય આરતીના સમયે કોઇ ભાવિકને પ્રવેશ મળશે નહીં અને આરતી સિવાયના સમયમાં ભાવિકો પાસ મેળવી દર્શન કરી શકશે. દર્શનનો સમય સવારે ૭ઃ૩૦ થી ૧૧ઃ૩૦, બપોરે ૧૨ઃ૩૦ થી ૬ઃ૩૦ અને સાંજે ૭ઃ૩૦ થી ૯ઃ૩૦ સુધી રહેશે. ઓનલાઇન દર્શન પાસની જેમ ઓનલાઇન ઇ-પૂજા સંકલ્પની જે વીડીયો કોલીંગ મારફત પૂજાવિધિનો સંકલ્પ કરાવવાની વ્યવસ્થાને પણ દેશ-વિદેશના ભકતોનો સારો પ્રતિસાદ મળેલ છે જેથી સોમનાથ મંદીરમાં ભકતો પોતાના જન્મદિન, લગ્નદિન તેમજ અન્ય શુભ પ્રસંગોએ પોતાના ઘરબેઠા પણ વીડીયો કોલીંગના માધ્યમથી સોમનાથ મહાદેવના દર્શન તથા ઇ-પૂજા સંકલ્પ કરી શકશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews