ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષનો કાફલો ગઈકાલે પસાર થવાનો હોય બરાબર તે સ્થળ ઉપર ગાડી આડી રાખી રોડ બ્લોક કરી ટ્રાફીક જામ કરી તેમજ પોલીસ સાથે પણ ઝપાઝપી કરી અને ફરજમાં રૂકાવટ કર્યાની ફરીયાદ વંથલી પોલીસમાં નોૅધાઈ છે. આ અંગે પોલીસે આપેલી વિગત મુજબ વંથલી પોલીસ સ્ટેશનનાં કોન્સ્ટેબલ પી.એસ. શેખવાએ ભૌતિક તેજાભાઈ બગડા, જયેશ રાજાભાઈ બગડા, રાજાભાઈ બગડા રહે.મગધપુરાપુર તેમજ બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાઈ છે કે ભૌતિક તેજાભાઈ બગડા અને જયેશ રાજાભાઈ બગડા દારૂ પીધેલી હાલતમાં છાકડા બની સુખપુર ચોકડીએ રાજયના ભાજપ પ્રદેશ અધ્યક્ષનો કાફલો નિકળવાનો હોય તે જગ્યાએ આઈટવેન્ટી કાર નં.જીજે-૧૧-બીઆર-ર૩૮૯ રોડ ઉપર આડી રાખી રોડ બ્લોક કરી ટ્રાફીક જામ કરી ઉશ્કેરાઈ જઈ બિભત્સ ગાળો બોલતા જરૂરી બળપ્રયોગ કરી રસ્તામાં હટાવવા જતા પોલીસ સ્ટાફ સાથે ઝપાઝપી કરી આરોપી નં.ર વાળાએ પથ્થર હાથમાં લઈ હુમલો કરવાની કોશીષ કરી અન્ય સ્ટાફ આવી જતા જરૂરી બળપ્રયોગ કરી બંનેને પકડી ગાડીમા બેસાડતા તે દરમ્યાન આ કામનાં આરોપી આવી અને જયેશ રાજાભાઈ બગડાને સરકારી વાહનમાંથી ઉતારી જઈ ભગાડી જઈ નાસી જતા આરોપીઓ વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ સહિતની વિવિધ કલમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews