જૂનાગઢ રેન્જના ડી.આઈ.જી. મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ઈ ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેક્ટ નો ઉપયોગ કરવા જિલ્લાના તમામ થાણા અમલદારોને ખાસ સુચનાઓ કરવામાં આવેલ છે જેના ભાગરૂપે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.જી.ચૌધરી પો.સ.ઇ. જે.એચ.કચોટ, હે.કો. વિકાસભાઈ, મોહસીનભાઇ, પો.કો. અનકભાઈ, સહિતના પોલીસ સ્ટાફ દ્વારા જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તાજેતરમાં જુગારના કેસમાં સંડોવાયેલા આરોપી વિરૂધ્ધ પોકેટ કોપ એપ્લિકેશન નો તપાસમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો જે અંગેની મળત વિગત અનુસાર જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ જુગાર ધારાના ગુન્હામાં સંડોવાયેલ આરોપી પંકજ ઉર્ફે લાલો મનસુખભાઈ પંડ્યા જાતે બ્રાહ્મણ (ઉ.વ. ૩૬ રહે. વાંજાવાડ, જૂનાગઢ)ની પૂછપરછમાં પોતે ભૂતકાળમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારના બે ગુન્હામાં પકડાયેલા હોવાનું કબુલ કરેલ હતું. પરંતુ એ ડિવિઝન ખાતે પકડાયેલ આરોપી બાબતે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.જી.ચૌધરી પો.સ.ઇ. જે.એચ. કચોટ, હે.કો. વિકાસભાઈ, મોહસીનભાઇ, પો.કો. અનકભાઈ સહિતના પોલીસ સ્ટાફની ટીમ દ્વારા આરોપી પંકજ ઉર્ફે લાલો મનસુખભાઈ પંડ્યા જાતે બ્રાહ્મણ અંગે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા આ ગુન્હામાં પકડાયેલ આરોપી પંકજ ઉર્ફે લાલો મનસુખભાઈ પંડ્યા જાતે બ્રાહ્મણ ૨૦૧૬ની સાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારના ૦૧ કેસમાં, ગીર સોમનાથ જિલ્લાના ઉના પોલીસ સ્ટેશન ખાતે ભારતીય બનાવટના વિદેશી દારૂના ૦૧ કેસમાં, સને ૨૦૧૭ની સાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારાના ૦૪ કેસમાં, મારામારીના ૦૧ કેસમાં, પ્રોહિબિશનના ૦૧ ગુન્હામાં, ૨૦૧૯ની સાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારાના ૦૧ કેસમાં તેમજ ચાલુ ૨૦૨૦ની સાલમાં જુગાર ધારાના ૦૨ કેસ તથા જાહેરનામા ભંગના ૦૧ ગુન્હા સહિત કુલ ૧૨ (એક ડઝન) ગુન્હાઓમાં પકડાયેલ આંતર જિલ્લા આરોપી હોવાની વિગતો પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા જાણવા મળેલ હતી. પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ જાણવા મળતા આરોપીએ પોતે ભૂતકાળમાં ઉપરોક્ત ગુન્હાઓ આચારેલાની કબૂલાત કરવામાં આવેલ છે. આમ પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા ગુન્હાઓમાં પકડાયેલ આરોપીના ગુન્હાહિત ઇતિહાસ બાબતે વિગતો આંગળીના ટેરવે હાથ લાગતા પોકેટ કોપ એપ્લિકેશન પોલીસ માટે ખૂબ જ આશીર્વાદ સમાન સાબિત થયેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews