જૂનાગઢ : નાસતા ફરતા આરોપીને ઝડપી લઈ પોલીસ દ્વારા કાનુની કાર્યવાહી

0

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા ભૂતકાળના ગુન્હાઓના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશના ભાગરૂપે જૂનાગઢ શહેર અને જિલ્લાના પોલીસ અધિકારીઓ ભૂતકાળના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓ વિશે માહિતી મેળવી, પકડી પાડી, ધરપકડ કરવા સુચનાઓ કરવામાં આવેલ છે. નાસતા ફરતા આરોપીઓને પકડવાની ઝૂંબેશ ના ભાગરૂપે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, પીએસઆઇ વી.આર.ચાવડા તથા સ્ટાફના હે.કો. સંજયભાઈ, જેઠાભાઈ, રમેશભાઈ, વિકાસભાઈ, પો.કો. ભનુભાઈ, મોહસીનભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા મળેલ ખાનગી બાતમીના આધારે દોલતપરા વિસ્તારમાં કિરીટનગર સોસાયટીમાં જુગાર અંગે રેઇડ કરી, આરોપીઓ (૧) ઇમરાન સલમભાઈ આરબ ઉવ. ૨૫ રહે. કિરીટનગર, દોલતપરા, જૂનાગઢ તથા (૨) ઇરજાન ઈકબાલભાઈ હિંગરોજા ગામેતી ઉવ. ૨૩ રહે. કિરીટનગર, દોલતપરા, જૂનાગઢને પકડી પાડી, જુગાર ધારા મુજબ કાર્યવાહી કરવામાં આવેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, પીએસઆઇ વી.આર.ચાવડા તથા સ્ટાફના હે.કો. સંજયભાઈ, જેઠાભાઈ, રમેશભાઈ, વિકાસભાઈ, પો.કો. ભનુભાઈ, મોહસીનભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા પકડાયેલ આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા, પકડાયેલા આરોપીઓ પૈકી આરોપી ઇરજાન ઈકબાલભાઈ હિંગરોજા ગામેતી ઉવ. ૨૩ રહે. કિરીટનગર, દોલતપરા, જૂનાગઢ મૂળ માણાવદર ગૌતમનગર નો રહેવાસી છે, ભૂતકાળમાં માણાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના કેસમાં પકડવાનો બાકી, વોન્ટેડ/નાસતો ફરતો હોવાની વિગત એ ડિવિઝન પોલીસને જાણવા મળેલ હતી. તા.૧૫/૦૯/૨૦૧૯ના રોજ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા માણાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગૌતમનગર ખાતેથી આરોપી ઇમરાન યુનુસ નારેજાને ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ ૨૨૬૦ કિંમત રૂા.૯,૦૪,૦૦૦/- તથા ટ્રક, મોબાઈલ ફોન સહિતના કુલ મુદામાલ કિંમત રૂા. ૧૩,૦૫,૦૦૦/- સાથે પકડી પાડી, પકડાયેલ આરોપી ઇમરાન યુનુસ, ઇરજાન ઉર્ફે અન્નનો ઇકબાલ હિંગોરા, ઇમરાન સુલેમાન, અબ્દુલ સુલેમાન સહિત ચાર આરોપીઓ વિરૂધ્ધ માણાવદર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી, તપાસ લોકલ કરાઈમ બ્રાન્ચ દ્વારા સાંભળેલ હતી. આ ગુન્હામાં પકડાયેલ આરોપી ઇમરાન યુસુફ નારેજાની પૂછપરછ દરમ્યાન આરોપી ઇરજાન ઈકબાલભાઈ હિંગોરા ગામેતી ઉવ. ૨૩ રહે. કિરીટનગર, દોલતપરા, જૂનાગઢ મૂળ માણાવદર ગૌતમનગરની સંડોવણી બહાર આવેલ હતી. જ્યારથી આ આરોપી ઇરજાન ઈકબાલભાઈ હિંગોરાની સંડોવણી બહાર આવેલ ત્યારથી આ આરોપી નાસતો ફરતો હતો અને પોલીસ દ્વારા અવારનવાર તપાસ કરવા છતાં મળી આવતો ના હતો. જેને આજ એ ડિવિઝન પોલીસ દ્વારા જુગારના કેસમાં પકડી, પૂછપરછ હાથ ધરતા, માણાવદર પોલીસ સ્ટેશનના ભારતીય બનાવટના વિદેશી દારૂના ક્વોલિટી કેસમાં એકાદ વર્ષથી વોન્ટેડ/નાસતો ફરતો હોઈ, લોકલ ક્રાઇમ બ્રાન્ચને જાણ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!