જૂનાગઢ પોલીસે પાદરીયા ગામના અપહૃત યુવાનને છોડાવ્યો

0

જૂનાગઢ તાલુકાના પાદરીયા ગામના યુવાનનું અપહરણ કરાયું હતું જેને જૂનાગઢ પોલીસે સતર્કતા દાખવી હેમખેમ છોડાવ્યો હતો. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ જૂનાગઢ તાલુકાના પાદરિયા ગામના રહીશ ગોપાલ બચુભાઈ ચૌહાણનું કોઈ અજાણ્યા ૮ થી ૧૦ જેટલા શખ્સોએ તા.૧૯-૦૮-૨૦૨૦ના રોજ બપોરના સમયે બે મોટરમાં આવી, અપહરણ કરી, લઈ ગયેલ હોવાની જાણ જૂનાગઢ તાલુકા પોલીસને લોકોમાંથી કોઈ માણસ દ્વારા કરવામાં આવતા જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એન. સાગરકા તથા સ્ટાફના રામભાઈ, કે.ડી.રાઠોડ, ભરતભાઈએ તાત્કાલિક નાકાબંધી કરાવી, તપાસ હાથ ધરવામાં આવેલ હતી. જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા પોલીસ અધિકારીઓને સતર્કતાથી ડ્યુટી કરવા તથા ગંભીર બનાવોમાં તાત્કાલિક કાર્યવાહી કરવા સુચનાઓ કરી, અપહરણના બનાવની ગંભીરતા ધ્યાને લઇ, તાત્કાલિક જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક તાલુકા પોલીસ સ્ટેશન તથા સ્ટાફની ટીમ બનાવી, સઘન તપાસ હાથ ધરવા સુચના અપાઈ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એન.સાગરકા તથા સ્ટાફના હેડ કોન્સ. નાથાભાઇ, નિલેશભાઈ, રામભાઈ તથા ભરતભાઈ દ્વારા તાત્કાલિક સઘન તપાસ તેમજ વડાલ રોડ ઉપર નાકાબંધી કરાતા, વડાલ રોડ ઉપર મહાસાગર પેટ્રોલ પંપ નજીકથી બે મોટરમાં ૯ ઈસમોને આંતરીને અટકાવીને, ભોગ બનનાર ગોપાલ બચુભાઈ કોળી પટેલ (ઉ.વ. ૩૩ રહે. પાદરીયા તા. જી. જૂનાગઢ)ને હેમખેમ છોડાવેલ હતો. તમામને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલ હતા. રાઉન્ડ અપ કરવામાં આવેલ શિવાભાઈ વિનુભાઈ માલકીયા સહીત કુલ ૯ જેટલા શખ્સોની પૂછપરછ કરાતાં તમામ ચોટીલા તાલુકાના ખેરડી ગામના વતની છે અને એક અપરણિત સ્ત્રી ગામના જ એક પુરૂષ સાથે નાસી ગયેલ હોય, આ બાબતે ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવેલ હતી. ત્યારબાદ અપરણિત યુવતીના સગા સંબંધીઓને જાણવા મળેલ કે, બંન્ને નાસી ગયેલ યુવતી અને યુવક, મૂળ ચોટીલા તાલુકાના ઝુપડા ગામના વતની અને હાલ જૂનાગઢ તાલુકાના પાદરિયા ગામ ખાતે રહેતા ભોગ બનનાર કોળી યુવાન ગોપાલભાઈના ઘરે રોકાયેલ હતા. જેથી યુવતીની શોધમાં બે મોટર લઈ આવેલ ૯ શખ્સો દ્વારા પાદરિયા ગામ ખાતેથી ભોગ બનનારને પોતાની ગાડીમાં બેસાડી, માહિતી મેળવવા સાથે રાખેલ અને મોબાઈલ ફોન ઉપર વાત કરવા દીધેલ નહીં. જે બાબતની જાણ જૂનાગઢ પોલીસને થતા, તાત્કાલિક સતર્કતાથી કાર્યવાહી હાથ ધરવામાં આવતા, તમામને રાઉન્ડ અપ કરવામાં આવેલ અને અપહૃત યુવાનને છોડાવેલ હતો. અપહૃત યુવાન દ્વારા પોતાને હેરાન કરેલ નહીં હોય કે માર પણ મારવામાં આવેલ ન હોય તેમજ તમામ શખ્સો પોતાના વતન બાજુના સંબંધીઓ જ હોય, પોતાને કોઈ ફરિયાદ કરવી નથી, તેવું જણાવેલ હતું. તેમ છતાં, જૂનાગઢ તાલુકા પોલીસ દ્વારા ક્રિમિનલ પ્રોસીઝર એકટ મુજબ કાર્યવાહી તપાસ હાથ ધરવામાં આવેલ છે. જૂનાગઢ પોલીસ દ્વારા અપહરણની જાહેરાત થતા, તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, ત્વરીત પગલાઓ ભરી, નાકાબંધી કરી, અપહૃત યુવાનને છોડાવી, નવ શખ્સોને રાઉન્ડ અપ કરી, જૂનાગઢ પોલીસની સતર્કતા દાખવી ગંભીર ગુન્હો બનતો અટકાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!