જૂનાગઢ શહેર અને જિલ્લામાં ધીમીધારે વરસાદ, ગીરનાર ક્ષેત્રમાં ભારે વરસાદથી નદી, નાળા છલકાયા

0

 

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો હતો. ગીરનાર જંગલમાં વરસેલા ભારે વરસાદને કારણે નદી નાળાઓ છલકાયા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં મેઘાવી માહોલ સર્જાયો હતો પરંતુ ધીમીધારે વરસાદ પડયો હતો. ગીરગઢડા નજીક આવેલા ગીરનાર જંગલમાં ઉપરવાસમાં અનરાધાર વરસાદને પગલે મચ્છુન્દ્રી નદીમાં ફરી ઘોડાપૂર આવ્યું હતું અને પાણીના ભારે પ્રવાહને લઈ કોદીયા ગામ નજીક આવેલ જંગલ વિસ્તારમાં આવેલ ઘોડાવાડી ગામ, કાણેક નેશ, માંડવી નેશ તેમજ જંગવડ સહિતના ગામોમાં વસ્તા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. નદીમાં પાણીનાં ભારે પ્રવાહને કારણે બેઠા પૂલમાં ગાબડું પડયું હતું અને લોકોની અવર જવર બંધ થઈ ગઈ હતી. ગઈકાલે જૂનાગઢ શહેર અને જિલ્લામાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો જેમાં જૂનાગઢ શહેર, ગ્રામ્યમાં ૩-૩ મીમી, મેંદરડા ૧૯, માંગરોળ ૧, માણાવદર ૪, માળીયાહાટીના ૮, વંથલી -ર અને વિસાવદરમાં ૧૯ મીમી વરસાદ વરસ્યો હતો. આજે સવારે ૬ થી ૮ કલાક દરમ્યાન જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં ૩-૩ મીમી તેમજ કેશોદ-૩ મી.મી. વરસાદ પડી ગયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!