જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમીત પટેલ અને કોંગ્રેસનાં કાર્યકર્તાઓ દ્વારા ભારતનાં પુર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની જન્મ જયંતિ પ્રસંગે આજે જૂનાગઢ શહેરમાં વૃક્ષારોપણ સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં. જૂનાગઢ વૃધ્ધાશ્રમ ખાતે વડીલ વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે જ રાષ્ટ્ર માટે ગાંધી પરિવારનાં પનોતા પુત્ર એવા રાજીવ ગાંધીનાં કાર્યોને યાદ કરી શ્રધ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યાં હતાં. જૂનાગઢ વૃધ્ધાશ્રમ ખાતે વડીલ સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે કોંગ્રેસનાં કાર્યકરો ઉપસ્થિત રહયા હતાં. આજે કોંગ્રેસ ભવન જૂનાગઢ ખાતે સોશ્યલ ડિસટીંગનું પાલન કરી ઉજવણી કરવામાં આવી હતી. તેમજ વૃધ્ધાશ્રમમાં ફ્રુટનું વિતરણ કરાયું હતું. આ તમામ કાર્યક્રમમાં કોંગ્રેસનાં વરીષ્ઠ અગ્રણીઓ લાખાભાઈ પરમાર, પરબતભાઈ ચાવડા, મનસુખભાઈ ડોબરીયા અને કાર્યકર્તાઓએ હાજરી આપી હોવાનું એક યાદીમાં જણાવ્યું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews